________________
૧૦૪
સકસિદ્ધિ
'
ફરિયાદ કરી, એટલે ત્યાંથી થોડે દૂરના એક ગામમાં દરજીની જ્ઞાતિ ભેગી થઇ અને તેણે ગરમાગરમ ચર્ચા પછી એવા નિર્ણય કર્યા કે આપણે ગાંભુ ગામ પર ચડાઇ કરવી, તેને ઘેરો ઘાલવા અને ત્યાંના લેાકાની સાન ઠેકાણે લાવી દેવી.’ પછી પાંચસો જેટલા દરજીએ હાથમાં ગજ, કાતર તથા બીજું જે કઇ હથિયાર હાથ આવ્યુ, તે લઇને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગાંભુ ગામથી માત્ર ત્રણ માઇલના અ ંતરે આવેલા એક સ્થાને આવી પહોંચ્યા. ત્યાં રાત્રિ ગાળી સવારમાં ગાંભુ પર હલ્લા કરવા, એ તેમની ચેાજના હતી. તે જુદી જુદી ટુકડીઓ બનાવીને ત્યાં સૂઇ રહ્યા.
હવે રાત્રિના બીજો પ્રહર વ્યતીત થવા આવ્યેા, ત્યાં આગલી ટૂકડીના દરજીએને વિચાર આવ્યો કે આ તે લડાઇ છે, તેમાં સામેા હલ્લા થયા વિના રહેવાના નહિ અને આપણે આગળ હોઇશું તેા એ હલ્લા આપણા ઉપર જ થવાના, માટે આપણે બધાથી છેલ્લે સૂઈ રહીએ, એમાં સલામતી છે.’
ત્યાર પછી જે ટૂકડી આગળ આવી, તેને પણ એવા જ વિચાર આવ્યેા, એટલે તે પણ ગુપચુપ ઉઠીને સહુની પાછળના ભાગમાં ગોઠવાઇ ગઇ. આ રીતે જે ટૂકડીનુ સ્થાન આગળ આવ્યુ, તે ઉડીને પાછળ જવા લાગી. આમ આખી રાત ચાલ્યું અને સવાર પડ્યું ત્યાં તેઓ જે ગામથી રવાના થયા હતા, ત્યાં જ આવી પહોંચ્યા ! હવે ખેલવાનુ કઇ રહ્યું ન હતુ, એટલે તેઓ ચૂપચાપ પેાતાને સ્થાને ચાલ્યા ગયા.