________________
પુરુષાર્થની બલિહારી
૧૦૧ ધણમાં જઈ છાણ લઈ આવતા અને જ્યારે કાલાં-કપાસની મસમ શરૂ થતી, ત્યારે સવારથી સાંજ સુધી કાલાં ફેલતાં અને એ રીતે બેડા મહિનાની આજીવિકા મેળવી લેતા.
જે આ વખતે અમારા માતુશ્રી નશીબને દોષ દઈને બેસી રહ્યા હતા કે “હાય મારું ભાગ્ય ફૂટયું ” એ કલ્પાંત કરવામાંથી ઊંચા આવ્યા ન હોત, તો અમારી હાલત અત્યંત બૂરી થાત. પણ તેમણે ધાર્મિક વિચારથી પોતાનું મન વાળી જાતમહેનત કરવા તરફ લક્ષ્ય આપ્યું અને કાળી મજૂરી કરવા માંડી. રજનું દશ કીલે ધાન્ય દળવું, પાંચ-સાત પાણીનાં બેડાં ભરી લાવવાં તથા લોકોનાં ભરત-ગુંથણ કરી આપવાં, એ તેમનો રોજો કમ બની ગયો હતો. આવી કાળી મજૂરી કરતાં શરીર લથડ્યું, છતાંય તેમણે જાતમહેનત છોડી ન હતી.
જાતમહેનત–પુરુષાર્થ એ અમારે જીવનમંત્ર બની ગયે હતો, એટલે અમે પણ બધી જાતનાં કામો કરતા હતા. અને તેમાં જરાય શરમ કે સંકોચ અનુભવતા ન હતા. એક વાર રજાના દિવસમાં બે રૂપિયા નફો મળે તે માટે કેરીને એક ટોપલો સુરેન્દ્રનગરથી દાણાવાડા સુધી એટલે સાત માઈલ ઉચકી લાવેલા.
- અમદાવાદના જે છાત્રાલયમાં રહીને અમે વિશેષ વિદ્યાભ્યાસ કરવા લાગ્યા, ત્યાં પણ ઘણું કામ હાથે કરવાનું હતું, એટલે અમારી પુરુષાર્થની ભાવના જાગ્રત રહી અને તે અમારા ભાવી જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી.