________________
૯૬
સંકલ્પ સિદ્ધિ જાણી લેવા જોઈએ. તેથી આપણે માર્ગ ઘણો સરળ બનશે અને આપણે વ્યવસ્થિત રીતે આગળ વધી શકીશું.
પુરુષાર્થનું પહેલું પગથિયું ઉત્થાન છે. ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા ખંખેરીને જાગ્રત થવું, નિરાશાને ત્યાગ કરે કે પ્રમાદને પરિહાર કરીને કર્તવ્ય બજાવવા તત્પર થવું.
જેઓ આળસુ છે, એદી છે, અમારું કામ બીજે કંઈ કરી આપે એમ માનનારા છે, તેઓ પુરુષાર્થ શી રીતે કરવાના?
આવી જ અનિચ્છનીય સ્થિતિ જડસુઓની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયેલું હોય છે કે કઈ સાચી કે સારી વાત તેમને સૂઝતી નથી, પછી પુરુષાર્થ કરવાની વાત તો સૂઝે જ ક્યાંથી?
કેટલાક માણસે વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય. છે. તેમને કોઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં તેમની શ્રદ્ધા જાગતી નથી. તેઓ પ્રચંડ પુરુષાર્થ કરવા માટે શી રીતે તત્પર થાય?
પિતાનું ધ્યેય ભૂલનાર, સાધ્ય ચૂકી જનારે પ્રમાદી ગણાય છે. તે પ્રમાદ રૂપી ખાચિયામાં પડ્યો રહે છે અને તેમાં જ આનંદ માણે છે. તેને પુરુષાર્થ કરવાને ઉત્સાહ કયાંથી જાગે?
તાત્પર્ય કે આળસ ઉડાડીએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદને પરિહાર