________________
પુરુષાર્થની બલિહારી
૯૫ ઉકેલ આણી દીધે. પરિણામે ભારતમાં લેકશાહી ગણતંત્ર રાજ્ય સ્થપાયું અને તે આજે ઓગણીસ વર્ષથી ચાલી રહ્યું છે.
નેપલિયન બેનાપાટે પિતાની દઢ સંકલ્પશક્તિ તથા અજબ પુરુષાર્થના ગે અશક્ય મનાતાં અનેક કાર્યો કરી બતાવ્યાં હતાં. તેનું એ સ્પષ્ટ મંતવ્ય હતું કે “શબ્દકોષમાંથી “અશક્ય શબ્દ ભૂંસી નાખવું જોઈએ.’
એન્ડ્રયુ કાર્નેગી, હેત્રફેર્ડ, રેકફેલર વગેરે મહાન ઉદ્યોગપતિઓની ખ્યાતિ પામ્યા, તે તેમના ખંતીલા પુરુપાથી સ્વભાવનું જ પરિણામ હતું. | ગુજરાતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ મફતલાલ ગગલભાઇની જીવનકથા પણ પુરુષાર્થની જ પ્રશસ્તિ છે. અને તાજેતરમાં જેમણે કોડો રૂપિયાની સખાવત કરી, તે એમ. પી. શાહ એટલે શ્રી મેઘજી પેથરાજ શાહ પણ તદ્દન સામાન્ય સ્થિતિમાંથી જ પુરુષાર્થના બળે આગળ વધ્યા હતા અને આફ્રિકામાં વસી માલેતુજાર બન્યા હતા. શેઠ નાનજી કાલીદાસની આત્મકથા પણ આ જ વસ્તુ કહી જાય છે. આવા દાખલાઓ આપણને એમ સૂચવે છે કે મનુષ્ય ભલે સામાન્ય કુટુંબમાં જ હોય કે સાવ સાધારણ સ્થિતિને હેય, પણ તે ખંત રાખીને પુરુષાર્થ કર્યા કરે તે ઊંચે આવે છે અને એક દિવસ અગ્રગણ્ય પુરુષિની પંકિતમાં વિરાજે છે.
પુરુષાર્થનાં પાંચ પગથિયાં છે, તે આપણે બરાબર