________________
સંકલ્પશક્તિનું મહત્વ
૩૧ પર પડ્યો તથા તરફડવા લાગ્યું. કચમાદા આ જોઈ માથું પટકવા લાગી અને કાળો કકળાટ કરવા લાગી.
આ દશ્ય જોતાં જ વાલ્મીકિ ઋષિના હૃદયમાં આઘાત થયે, તેમાં ઊંડું સંવેદન જાગ્યું અને તેમના મુખમાંથી સહસા કાવ્યની કેટલીક પંક્તિઓ સરી પડી. તે સંસ્કૃત ભાષાનું પ્રથમ કાવ્ય હતું, એટલે તેઓ આદિકવિ કહેવાયા. પછીથી તેમણે આ સંવેદનને વિસ્તાર કરીને રામાયણ રહ્યું કે જે આજે ભારતવર્ષનું એક ઉત્તમ કોટિનું મહાકાવ્ય ગણાય છે અને લાખો-કરોડો માનવીઓને સહૃદયતા, સ્વાર્થત્યાગ તથા સમર્પણને સંદેશ આપી જાય છે.
તાત્પર્ય કે રતનિયે જીવનની છેક નીચે પાયરીએ પડે હતો, પણ તેણે પિતાના જીવનને સુધારવાનો સંકલ્પ કર્યો અને તેને અનુસરતા પુરુષાર્થ આદર્યો તો એક દિવસ તે મહાપુરુષ બની શકે અને પોતાના જીવનની સુવાસ સર્વત્ર ફેલાવી અમરપદને વરી ગયો. શું આ જીવનકથા આપણું બધા માટે બેધ લેવા લાયક નથી?
નીતિનિયમો, ધાર્મિક આચરણ, ગસાધના, મંત્રપાસના તેમજ ઈશ્વરભક્તિ વગેરે માટે આપણે ઊંડા આદરની લાગણી દર્શાવીએ છીએ, પરંતુ આમાંની કઈ પણ વસ્તુ સંકલ્પ વિના સિદ્ધ થતી નથી.
જે માણસે સંકલ્પબળ કેળવ્યું નથી, તે નીતિનિયમ શી રીતે પાળી શકવાનો? કેઈપ્રબળ પ્રલોભને સામે આવ્યું