________________
સંકલ્પસિદ્ધિ આ જવાબથી શતાવધાન શીખવાને અમારે ઉત્સાહ ઠંડો પડી ગયે, પણ જ્યારે અમે એમ જાણ્યું કે પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી ગટુલાલજી તથા વિદ્વદ્દવર્ય પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ શતાવધાનની વિદ્યાથી વિભૂષિત હતા અને હાલમાં મુનિરાજશ્રી સંતબાલજી વગેરે શતાવધાની તરીકે પ્રસિદ્ધ છે, ત્યારે અમારા અંતરમાં પુનઃ ઉત્સાહ પ્રચ્યો અને અમારી ઈચ્છા ઘણી તીવ્ર બની ગઈ.
એવામાં અમદાવાદ મુકામે કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે મુનિરાજશ્રી સંતબાલજીનું આગમન થયું. અમે અતિ ઉત્સુકતાથી તેમને સંપર્ક સાથે અને તેમણે કૃપાવંત થઈને શતાવધાનના વિષયમાં કેટલુંક માર્ગદર્શન આપ્યું. પછી તે તેની ધૂન લાગી અને સતત ચિંતન તથા પુરુષાર્થના યોગે અમે માત્ર એક જ વર્ષના ગાળામાં શતાવધાનના પ્રયોગ કરવા શક્તિમાન થયા. તા. ર૯-૯-૩૫ના ના રેજ વીજાપુર (ઉત્તર ગુજરાત) ની જનતા સમક્ષ પૂરાં સે અવધાન કરી બતાવતાં ત્યારે જૈન સંઘ ઘણો જ ખુશ થયે અને તેણે સુવર્ણચંદ્રક તથા ૩૨ સંસ્કૃત શ્લોકેની પ્રશસ્તિ સાથે “શતાવધાનીનું બિરુદ અર્પણ કર્યું.
અમે શતાવધાનના પ્રયોગે ભારતનાં ઘણું શહેરમાં જાહેર જનતા તથા શિક્ષણિક સંસ્થાઓ સમક્ષ કર્યા છે, એટલું જ નહિ પણ તે અંગે ઊંડું સંશોધન પણ કરેલું છે અને તેથી આ પ્રયોગો ઘણું કપ્રિય બન્યા છે. આ પ્રયોગો શીખી શકાય એવા છે, એ એક હકીક્ત છે અને તે અમે