________________
૯૨
સંકલ્પસિદ્ધિ
રમાં પેઠો તે આપણને ભયંકર નુકશાન કર્યાં વિના રહેતા નથી. વિશેષમાં તે પુરુષાને પાંગળા બનાવી દે છે, એટલે આપણી ઉન્નતિનાં સવ દ્વારા રૂંધાઈ જાય છે અને આપણે અવનતિના ઉંડા ખાડામાં અવસ્ય સબડવુ પડે છે.
આર્ય સંસ્કૃતિના મહાન જ્યોતિધર ભગવાન મહાવીરે પાતાના પટ્ટશિષ્યને ઉદ્દેશીને કહ્યું હતુ કે ‘સમરું ગોયમ મા પમાય—હે ગૌતમ ! તું સમય માત્ર પ્રમાદ કરીશ નહિ.’ અહીં સમય શબ્દથી કાલના અતિ સૂક્ષ્મ ભાગ સમજવા કે જેના કલ્પનાથી પણ એ ભાગા થઈ શકે નહિ. વિશેષમાં તેમણે કહ્યું હતું કે શરીર ક્ષણભંગુર છે અને આયુષ્યના દોર ક્યારે તૂટી જશે? તે કહી શકાતુ નથી. જે વખત હાથ પર છે, તેના બને તેટલા સદુપયાગ કરી લેવા. તેની એક પણ ક્ષણ નકામી જવા દેવી નહિ.’
6
આ શબ્દો ઉપર આપણે પૂર્ણ વિચાર કરવા જેવા છે. જો આ જીવનમાં ઉન્નતિ સાધવી હાય, કોઈ મહાન કાર્ય કરવુ હાય તે આપણે વધારે પડતી ઊંઘ, આળસ તથા એદીપણું છેડીને નિયત કાર્યમાં લાગી જવુ જોઇએ અને તેમાં અને તેટલા પુરુષાથ અજમાવવા જોઇએ.
કેટલાક કહે છે કે ‘ અમે પુરુષાર્થ કરવા તેા ઇચ્છીએ છીએ, પણ સમય અનુકૂળ નથી, સાધનની તંગી સતાવે છે તથા અમને અન્ય લોકોના જેટલા સાથ-સહકાર મળવા જોઇએ, તે મળતા નથી.’ તેમને ઉદ્દેશીને એક વિદ્વાને કહ્યું છે કે