________________
[૮] પુરુષાર્થની બલિહારી
સંકલ્પને સિદ્ધ કરવામાં પુરુષાર્થ અને ભાગ ભજવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે તમે અમુક પ્રકારને સંકલ્પ કરે, પણ તેને અનુસરતો પુરુષાર્થ ન કરે તો એ સંકલ્પ સિદ્ધ થતો નથી.
અહીં વિચારવાનું એ છે કે જ્યારે જીવનને સામાન્ય - વ્યવહાર પણ પુરુષાર્થ વિના સિદ્ધ થતું નથી, ત્યારે કોઈ
મહાન સંકલ્પ પુરુષાર્થ વિના સિદ્ધ શી રીતે થઈ શકે ? ઘરમાં અનાજ ભર્યું હોય; આટો-દાળ પડેલા હોય; ઘી, તેલ, ગેળ, સાકર તેમજ વિવિધ પ્રકારના મસાલા પણ તૈયાર હાય તથા શાકભાજીને ટોપલે પણ પડેલ હોય, પરંતુ હાથ હલાવીએ નહિ કે પગ ચલાવીએ નહિ, તે રસેઈ બને ખરી? અને આપણી ક્ષુધા તૃપ્ત થાય ખરી ? અરે ! છાતી પર બેર પડેલું હોય, તે પણ મુખમાં મૂકવું હોય તે પુરુષાર્થ કરે પડે છે.
કેટલાક ભાગ્યની વાત કરે છે, પણ ભાગ્ય સારું છે કે