________________
સંક૯પસિદ્ધિ પરિણામે ગણિત-ચમત્કાર” “ગણિત-રહસ્ય” અને ગણિત-સિદ્ધિ” એ ત્રણ ગ્રંથ લખવાને સમર્થ થયા, એટલું જ નહિ પણ તેના કેટલાક રહસ્યમય અદ્દભુત પ્રયોગ જાહેર જનતા સમક્ષ એકથી વધુ વાર કરી બતાવતાં સને ૧૯૬૬માં સુરત ખાતે સંઘસમૂહ દ્વારા ત્યાંના શ્રીમાન નગરશેઠના હાથે “ગણિત-દિનમણિ” નામની પદવી પામ્યા.
ત્યારબાદ બીજા જ વર્ષે એટલે સને ૧૯૬૭માં મધ્યપ્રાંત-રાયપુર ખાતે થયેલ એક વિશિષ્ટ સમારોહમાં અવધાનપ્રાગે તથા ગણિતસિદ્ધિના પ્રયોગો કરી બતાવતાં ત્યાંની મહાકેશલ જન સંઘસમિતિએ “વિદ્યાભૂષણની ઉપાધિ આપી આનંદ વ્યક્ત કર્યો હતો. આ વખતે ત્યાંના પત્રકારસમૂહે માગણી કરતાં આ પ્રયોગોનું વૈજ્ઞાનિક રહસ્ય તેમને સમજાવવામાં આવ્યું હતું અને તેને લગતા સંખ્યાબંધ પ્રશ્નોનું સમાધાનકારક ઉત્તર આપ્યા હતા.
અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રશાસ્ત્રમાં પ્રવેશ કરે સહેલું નથી, પણ પ્રબળ ઈચ્છાએ તેમાં પણ પ્રવેશ મેળવ્યું, તેને રસ દિનપ્રતિદિન વધતો જ ગયો અને તે છેવટે ગ્રંથલેખનમાં પરિણમ્યું. અમે અત્યાર સુધીમાં “મંત્ર વિજ્ઞાન “મંચિંતામણિ તથા “શ્રીનમસ્કાર મંત્રસિદ્ધિ એ ત્રણ મંત્રવિષયક ગ્રંથે જનતાને આપ્યા છે અને હવે “મંત્રદિવાકર આપવાની તૈયાર કરી રહ્યા છીએ. મંત્રાનુકાન અંગે અહીં વિશેષ લખવું નથી, પણ તે ઘણી વાર કર્યા છે અને તેનાં પરિણામે લાભકારક આવ્યાં છે.