________________
ઈચ્છા અને પ્રયત્ન
૨૧ જેટલા શતાવધાનીએ તૈયાર કરીને આથી ઘણા લેાકેા તા માત્ર અમને જ ઓળખે છે.
'
૮૭
પુરવાર કર્યુ છે.
શતાવધાની ' તરીકે
'
સાહિત્યનું વિપુલ સર્જન પણ અમારી પ્રખલ ઈચ્છા અને પ્રયત્નાની પરંપરાને આભારી છે. તેમાં ઘણા ખાડાટેકરા આવ્યા છે, પણ અમે હિમ્મત હાર્યા નથી કે અમારા આ પ્રિય વિષયને જરાએ અવમાન્યા નથી. પરિણામે સને ૧૯૫૭ના નવેમ્બર માસની રજી તારીખે જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી મહારાજની પ્રેરણાથી દાદરમાં એકત્ર થયેલ વિશાળ જનસમૂહ સમક્ષ તે વખતના મુંબઈ રાજ્ય વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી એસ. એલ. સીલમની અધ્યક્ષતામાં મુંબઈના માજીમેયર શ્રી ગણપતિશ’કર દેસાઈના હાથે સાહિત્યવારિધિ ના સુવર્ણ ચંદ્રક અર્પણ થયે હતા અને મુંબઈની સખ્યાબંધ સંસ્થાઓએ પુષ્પહાર કરી બહુમાન કર્યુ હતું.
6
X
શતાવધાનમાં ગણિતના કેટલાક વિષય આવે છે, તે પરથી તેમાં રસ જાગ્યા અને તેમાં વધારે ઊંડા ઉત્તરવાની ઈચ્છા થઈ. તમે માનેા કે ન માને પણ સાતના આંકડામાં છૂપાયેલું રહસ્ય શોધવા માટે અમે રાત્રિદિવસ જોયા વિના એક લાખથી પણ વધારે દાખલા ગણેલા છે. આગળ જતાં આ વિષયમાં કેટલીક પ્રગતિ જરૂર થઈ,
× આ પ્રસંગને અનુલક્ષીને શ્રી નાગકુમાર મકાતીએ શબ્દબ્રહ્મના પરમ ઉપાસક શ્રી ધીરજલાલભાઇ' નામના લેખ લખ્યા હતા.