________________
૮૫
ઈચ્છા અને પ્રયત્ન
ગાડી, મેટર કે વિમાન ચાલે નહિ અને પ્રયત્ન કર્યા વિના પણ તે એકાએક ચાલવા લાગે. અથવા તો રાજ પૂર્ણિમાના ચંદ્ર ઉગે કે રોજ અમાસનું અંધારું થાય અને સૂર્ય પૂર્વમાં જ ઉગવાને બદલે ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ગમે તે દિશામાં ઉગવા માંડે. આ રીતે બધુ જ ઊંધુ ચત્તુ થઈ જાય અને આ વિશ્વ એક અંધેરીનગરીના રૂપમાં પલટાઈ જાય; પણ તેમ બનતું નથી, એ સૂચવે છે કે આ વિશ્વમાં કારણ અને કા ના નિયમ અબાધિતપણે પ્રવર્તે છે અને તેથી જેવી પ્રવૃત્તિ તેવું જ પરિણામ આવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે વ્યવસ્થિત રીતે કરેલી પ્રવૃત્તિનું કંઈ પરિણામ ન આવે એમ અનતું જ નથી.
મૂળ ન હેાય તેા થડ ઉગતું નથી કે ડાળા–ડાળીના વિસ્તાર થતા નથી, તેમ કેઇ વસ્તુની સ્પષ્ટ, વ્યક્ત કે પ્રબળ ઈચ્છા આપણા અંતરમાં પ્રકટે નહિ, ત્યાં સુધી તે માટે પ્રયત્ના શરૂ થતા નથી અને તેથી તેનુ ક ંઈ પણ પરિણામ આવતુ નથી. એટલે આવશ્યક એ છે કે આપણે શું કરવા ઈચ્છીએ છીએ ? તે આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ અને તે પરત્વે પૂરતું ચિંતન કરવુ. જેઈ એ.
શ્રીમદ્ રાજચંદ્રનુ એક લઘુચરિત્ર લખતાં અમને શતાવધાની થવાની ઇચ્છા થઇ અને તે દ્દિનપ્રતિદિન પ્રમળ બની. એ સંબંધી વિશેષ જાણવા શ્રીમદ્જીના એક-એ અનુયાયીઓને પૂછ્યું તે તેમણે જણાવ્યુ કે · એ તે કુદરતી બક્ષીસના સવાલ છે. શતાવધાન કઇ શીખ્યા શીખાય એવા વિષય નથી.’
6