________________
ઈચ્છા અને પ્રયત્ન
૮૩
દૂર કરી સ્વરાજ્ય સ્થાપવાની ઈચ્છા કરી અને તે માટે પ્રયત્ના આરંભ્યા. પરિણામે તેમને અનેક વાર જેલમાં જવુ પડયું, વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરવી પડી અને દરેક જાતના ભાગ આપવા પડ્યો; છતાં યે તેમણે પેાતાની એ ઈચ્છાને દબાવી દીધી નહિ કે તેના ત્યાગ કર્યાં નહિ. તેને વા જેવી દૃઢ રાખી અને જે પ્રયત્ન આરંભ્યા હતા, તેની પરંપરા ચાલુ રાખી, તેા આખરે તેઓ પેાતાની ઈચ્છામાં ફ્લીભૂત થયા અને આ દેશમાંથી બ્રિટિશ હકુમતને દૂર કરી સ્વરાજ્ય સ્થાપી શકયા. આજે માત્ર ભારતની પ્રજા જ નહિ, પણ સમસ્ત જગત તેમને એક મહાપુરુષ તરીકે વંદના કરે છે.
પ્રિય પાઠકા ! તમે પણ તેના પરથી બેધ લેા કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ જણાય તે પણ એક સારી ઈચ્છાને શુભ સંકલ્પને છેડવા નહિ તથા તેને સિદ્ધ કરવા માટે જે પ્રયત્ન શરૂ કર્યાં હાય, તેને અટકાવી દેવા નહિ. માને કઠિન કે લાંબેા જાણીને જે પ્રવાસી બેસી જાય છે અને ચાલવાની ના પાડે છે, તે કી પણ પેાતાના ગતવ્યસ્થાને પહોંચી શકતા નથી. જો તે થાક ઉતારીને, વિસામે ખાઈને કે જરૂરી નિદ્રા લઈ ને ઊભા થાય અને ચાલવા માંડે તેા જ પેાતાના ગંતવ્યસ્થાને પહોંચી શકે છે.
'
કેટલાક મનુષ્યા કહે છે કે ધાયું ધણીનુ થાય છે, આપણું ધાર્યું... કઈ થતુ નથી, પછી ઈચ્છા અને પ્રયત્ન કરવાના અથશે ?’ પરંતુ આ કથન વ્યાજબી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ઘણી ગેરસમજવાળુ છે અને મનુષ્યાને ખાટા રસ્તે દોરનારું' છે.