________________
ઈચ્છા અને પ્રયત્ન રાખવી હોય તો એ પ્રકારની ઈચ્છા રાખી પ્રયત્ન કરવો પડે છે અને તે જ તેમાં સફળતા મળે છે. તો પછી આગળ. વધવાની ઈચ્છા રાખી તે માટે પ્રયત્ન કરે શું ખરો?
સુજ્ઞ મનુષ્ય મુદ્ર વસ્તુઓની ઈચ્છા ન કરવી, પણ જે વસ્તુઓ જરૂરી છે, આગળ વધવા માટે અતિ ઉપયોગી છે, તેની ઈછા તે જરૂર કરવી.
આપણું ઋષિમુનિઓએ કહ્યું છે કે . पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः ।
श्रुतं परोपकारश्च, मयंजन्मफलाष्टकम् ॥
‘પૂજ્ય પુરુષોની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, ઈટ મંત્રને જપ, તપ, શાસ્ત્રાભ્યાસ અને પરોપકાર, એ માનવજન્મનાં આઠ મધુર ફળે છે.”
એટલે ઉન્નતિના ઉમેદવારેએ, પ્રગતિના પથિકોએ, તેની ઈચ્છા અવશ્ય કરવી. જે આ પ્રકારની ઈછા કરતો નથી, તેને મનુષ્યભવરૂપી વૃક્ષનાં મધુર ફળે શી રીતે મળવાનાં?
કેટલાક કહે છે કે “અમે આગળ વધવાની ઈચ્છા રાખીએ છીએ અને તે માટે પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ અમારે દહાડે વળતો નથી. વધારે સ્પષ્ટ કહીએ તો “ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે છે અને અમારી મનની મનમાં રહી જાય છે તેથી અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે “થાય. તેમ થવા દેવું. હવે પછી લાંબી માથાકૂટમાં કે ભાંજગડમાં પડવું જ નહિ.”
પરંતુ આવી મનેદશાનું પરિણામ છેવટે નિષ્કિયતામાં