________________
[૭] ઈરછા અને પ્રયત્ન
ઈચ્છા એ સંકલ્પશક્તિનું બીજ છે. જે તે યોગ્ય રીતે વાય તે તેને સિદ્ધિરૂપી મધુર ફલ આવ્યા વિના રહેતું નથી, એટલે આ પ્રકારની ઈચ્છાને અમે ઉન્નતિરૂપી ઈમારતને પાયે સમજીએ છીએ અને તેનું હાર્દિક અભિવાદન કરીએ છીએ.
લેવેલે કહ્યું છે કે “પ્રત્યક્ષ કાર્યોનાં મૂર્તિમંત ચિત્ર ઈચ્છા જ આલેખે છે.”
એમનને એ અભિપ્રાય છે કે આપણું જીવનને ઉદેશ્ય કેવલ ઈચ્છાશક્તિને જ દઢ બનાવવાનો છે. દઢ ઈચ્છાવાળા મનુષ્યને માટે સદા સુઅવસર અને સરલતા છે?
એરિસન રેવેટ માર્ડને જણાવ્યું છે કે “આપણું હૃદયની ઈચ્છાઓ અને આપણા મનની આકાંક્ષાઓ, એ માત્ર કલ્પનાના તરંગો અથવા મિથ્યા સ્વપ્નાં નથી, પણ તે કરતાં કાંઈક વિશેષ છે. આ એષણાઓ અને અભિલાષાઓ, એ પ્રત્યક્ષ બની શકનારી વસ્તુઓની આગાહીઓ-ભવિષ્યવાણી