________________
૨૦
સકસિદ્ધિ
સંદેશવાહક ખેપિયા છે. આપણે શુ શુ કરી શકીએ તેમ છીએ, તેના તેઓ નિર્દેશક છે. તેઓ આપણા લક્ષ્યની ઉચ્ચતા અને આપણી કાર્ય કુશલતાની મર્યાદા દર્શાવે છે.'
કેટલાક મનુષ્યા કહે છે કે અમે છીએ તે જ ઠીક છીએ. અરધા મળે તેા આખા ખાવાની અમારી ઈચ્છા નથી.’ અર્થાત્ તે પાતાની ઉન્નતિ માટે ખાસ ઈચ્છા ધરાવતા નથી. તેમને અને કાયર સમજીએ છીએ, કારણ કે તેમના આ પ્રકારના માનસિક વલણને કારણે તે કદી હિમ્મતપૂર્વકનું પગલું ભરી શકતા નથી અને તેથી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી પેાતાની ઉન્નતિ સાધી શકતા નથી.
અમે અનુભવથી જોયું છે કે જે માણસો આવા વિચાર ધરાવતા હતા અને આગળ વધવાના પ્રયાસ કરતા ન હતા, તેઓ છેવટે રખડી પડ્યા, દુ:ખી થયા અને જીવનના જંગ હારી ગયા.
તમે એક રાજમાર્ગની વચ્ચે ઊભા રહેા અને એમ કહા કે ‘મારે આગળ વધવું નથી, હું તેા અહીં જ ઊભે રહીશ’ તે શુ તમે એમ કરી શકશે ખરા ? હરગીઝ નહિ. બળવાન મનુષ્યા તમને ધક્કા માર્યાં જ કરશે અને તમારે પ્રતિપળ પાછા હટવું જ પડશે. તાત્પર્ય કે જે આગળ વધવાના પ્રયાસ કરતા નથી, તે પાછા પડે છે, છેવટે કોઈ ખાડામાં ફેકાઈ જાય છે. શું આ સ્થિતિ શોચનીય નથી ? અહીં એ વસ્તુ પણ ખરાબર સમજી લે કે જો પેાતાના સ્થાને ઊભા રહેવું હોય, અર્થાત્ પેાતાની મૂળ સ્થિતિ જાળવી