________________
[ ૬ ]
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
6
પૃથ્વી, પાણી, લાકડું, લેાહુ, પત્થર, કાચ વગેરે જેમ એક પ્રકારની વસ્તુ છે, તેમ વિચારો પણ એક પ્રકારની વસ્તુ છે. · Thoughts are things.' તેમાં ફેર કે તફાવત એટલા જ છે કે પૃથ્વી વગેરે સ્થૂલ વસ્તુઓ હાવાથી તે આપણી આંખા વડે જોઈ શકાય છે, જ્યારે વિચારે સૂમ વસ્તુ હાવાથી આપણી આંખા વડે જોઈ શકાતા નથી.
કેટલાક મનુષ્યા કહે છે કે ‘જે વસ્તુ આખા વડે જોઇ શકાય એવી ન હેાય, તેનું અસ્તિત્વ શી રીતે માનવુ ?” પણ વસ્તુના કાર્ય વડે વસ્તુના બેધ થઈ શકે છે. દાખલા તરીકે વાયુ સૂક્ષ્મ હાવાથી આંખા વડે જોઇ શકાતા નથી, પણ ધજા ફરવા માંડે કે ઝડની ડાળીએ હાલવા માંડે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાય છે.’ તેજ રીતે ઇથર સૂક્ષ્મ છે, તે આંખા વડે જોઇ શકાતા નથી, પણ તેના માધ્યમથી હજારા માઇલ દૂર બેલાયેલા શબ્દો વ્યવસ્થિત રીતે રિડયામાં ઉતરે છે, એટલે આપણે તેના અસ્તિત્વનું
6