________________
સંકલ્પસિદ્ધિ અહંકાર. લેકવ્યવહારમાં તે આ બધીયે વસ્તુઓને મન તરીકે જ ઓળખવામાં આવે છે, પણ મનના વ્યાપારને ' સ્પષ્ટ બોધ થાય, તે માટે શાસ્ત્રકારોએ તેને આ પ્રકારે સંકેત કરેલા છે.
વર્તમાન વિજ્ઞાને મનના વ્યાપારનું વર્ગીકરણ નીચે પ્રમાણે કર્યું છે :
(૧) દ્ધિપ્રધાન વ્યાપારે. () લાગણી કે ભાવપ્રધાન વ્યાપાર. (૩) ઈચ્છિા કે અભિલાષાપ્રધાન વ્યાપારે.
તેમાં શબ્દાદિ વિષયને ગ્રહણ કરતાં જે સંજ્ઞા કે સંસ્કાર પડે છે, જિજ્ઞાસા ઉદ્ભવે છે, તર્ક ઉઠે છે, તુલના કે અનુમાન થાય છે અને કલ્પના જાગે છે, તે સઘળાને સમાવેશ પ્રથમ પ્રકારમાં એટલે બુદ્ધિપ્રધાન વ્યાપારમાં કર્યો છે. તથા કેઈ પણ સંજ્ઞા કે સંસ્કાર ગ્રહણ કર્યા પછી સુખ દુઃખ, આનંદ-શક, ઉત્સાહ-વૈર્ય આદિ લાગણીઓ કે ભાવે ઉદ્ભવે છે, તેને સમાવેશ બીજા પ્રકારમાં એટલે લાગણી કે ભાવપ્રધાન વ્યાપારમાં કર્યો છે અને એવી લાગણીઓ કે ભાના પરિણામે જે ચક્કસ કાર્ય કરવાની ઈચ્છા થાય છે, તેને સમાવેશ ત્રીજા પ્રકારમાં એટલે ઈચ્છા કે અભિલાષાપ્રધાન વ્યાપારમાં કર્યો છે.
તાત્પર્ય કે વિચારમાંથી લાગણી, લાગણીમાંથી ઈચ્છા અને ઈચ્છામાંથી સંકલ્પ જન્મે છે એટલે સંક૯પમાત્રનું મૂળ વિચારમાં રહેલું છે.