________________
સંકલ્પસિદ્ધિ કે અન્ય રીતે હુમલો થાત. છેવટે તેની રાજસિપાઈઓ દ્વારા ધરપકડ થાત અને તેના પર કામ ચાલતાં ફાંસીની સજા થાત કે અમુક વર્ષની જેલ ભેગવવી પડત.
અભિમાનના વિચાર આવતાં મન અકકડ કે જડ થઈ જાય છે, કૂડકપટના વિચાર આવતાં મનમાં વકતા પેદા થાય છે અને અતિશય લેભના વિચારે મનુષ્યના મનમાં તૃષ્ણાની આગ એવી તીવ્ર બને છે કે તેને કઈ વાતે ચેન પડતું નથી. તેથી જ કોધ, અભિમાન, કૂડકપટ અને લેભ એ ચાર પ્રકારની મને વૃત્તિઓ છેડવા યોગ્ય મનાયેલી છે.
કામવાસના પણ મનુષ્યને વિહવળ બનાવી મૂકે છે. અને તેનું ભાન ભૂલાવી દે છે, એટલે તેના ઉપર પૂરે સંયમ રાખવાની જરૂર છે.
વિચારને રંગ હોય છે, એ વાત આપણે ત્યાં ઘણું પ્રાચીન કાલથી જાણીતી હતી. જેન શામાં છે વેશ્યાઓનું જે વર્ણન આવે છે, તેમાં તેને વિસ્તાર જોઈ શકાય છે. ત્યાં અતિ દુષ્ટ વિચારેને રંગ કૃષ્ણ (કાળે), તેથી ઓછા દુષ્ટ વિચારને રંગ નીલ (વાદળી), તેથી ઓછા દુષ્ટ વિચારે રંગ કાપિત (કથ્થાઈ), શુભ વિચારને રંગ પીત (પીળે), વધારે શુભ વિચારેને રંગ પદ્મ (ગુલાબી) અને અત્યંત શુભ વિચારેને રંગ શ્વેત મનાયે છે.
મનુષ્યના શરીરમાંથી પ્રતિક્ષણે પરમાણુને પ્રવાહ વહે છે અને તેમાં અમુક રંગની છાયા જણાય છે. આ રંગ પરથી તેના વિચારે–તેની વાસનાઓ સંબંધી કેટલાંક અનુમાને