________________
સંકલ્પસિદ્ધિ દૂર સુધી ફેલાય છે અને જે એ વિચારે અતિ પ્રબલ હોય તો વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જાય છે.
આપણને સામાન્ય રીતે એમ લાગે છે કે વિચારમાં તે શું બળ હેય? પણ પ્રત્યેક વિચાર આપણું મન પર તેની સારી કે ખેટી અસર મૂકતા જાય છે અને અન્યત્ર પણ તેની એવી અસર ઉપજાવે છે. તેથી જ સારા, સુંદર કે શુભ વિચારેનું પરિણામ સારું, સુંદર કે શુભ માનવામાં આવ્યું છે અને ખોટા, ખરાબ કે અશુભ વિચારોનું પરિણામ ટું, ખરાબ કે અશુભ માનવામાં આવ્યું છે.
તમે જ્યારે કોઈ વસ્તુ સંબંધી સારા, સુંદર કે શુભ વિચાર કરવા માંડો છે, ત્યારે તમારા મન પર પ્રસન્નતાની અસર થાય છે અને અંતરમાં આનંદ આવવા લાગે છે. તે જ રીતે તમારા મનમાં કેઈ સુંદર ભવ્ય કલ્પના જાગી જાય, તે તમને એમ જ લાગે છે કે હું સુખના સાગરમાં તરી રહ્યો છું, આનંદના ઉદધિમાં મગ્ન થઈ ગયે છું.” કવિઓ, લેખકે કે કલાકારો આ પ્રકારને આનંદ આપણું કેઈ કરતાં વધારે માણે છે, કારણ કે તેમને સુંદર ભવ્ય કલ્પના જોડે જ વિશેષ કામ પડે છે.
તે જ રીતે તમે જ્યારે કઈ વસ્તુ સંબંધી ખોટા, ખરાબ કે અશુભ વિચાર કરવા માંડે છે, ત્યારે તમારા મન પર વિષાદની અસર થાય છે, અંતરમાં એક પ્રકારની બેચેની થવા લાગે છે અને તે વધારે જોરદાર બને તે શરીર અસ્વસ્થ બની જાય છે. દાખલા તરીકે તમે અમુક વ્યક્તિને ખરાબ