________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૩
સામાન્ય માન્યતા એવી છે કે સ્થૂલ વસ્તુમાં વધારે શક્તિ હોય અને સૂક્ષ્મ વસ્તુમાં આછી શક્તિ હાય, પણ પરિસ્થિતિ તેથી ઉલટી જ છે. સ્થૂલ કરતાં સૂક્ષ્મ વસ્તુઓની શક્તિ વિશેષ હાય છે. પૃથ્વી, પાણી, લાકડું, લેન્ડ્રુ, પત્થર, કાચ વગેરે સ્થૂલ વસ્તુઓ છે, તેના કરતાં શુ વરાળ, શબ્દ, પ્રકાશ, વિદ્યુત્ આદિ સૂકમ વસ્તુઓની શક્તિ અધિક હોતી નથી ? વિચાર તે એથી પણ વધારે સૂક્ષ્મ હાય છે, એટલે તેની શક્તિ, તેનું ખળ, તેનું સામર્થ્ય એ બધા કરતાં વિશેષ હાય, એમાં આશ્ચર્ય શું ?
અમેરિકાના એક વિદ્વાને લખ્યું છે કે પ્રકાશની ગતિ એક સેકન્ડમાં ૧,૮૬,૦૦૦ માઈલની હાય છે, જ્યારે વિચારની ગતિ ૪૦૦૦૦થી ૭૦૦૦૦ શકું માઈલ જેટલી અર્થાત્ ૭૦૦૦૦X1,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ = સાત પરા માઈલ જેટલી હાય છે. X વિચાર લહરિને દિવસમાં સૂનાં કિરણા ખડખડ કરી દે છે, તેથી તેની ગતિમાં અવરેધ આવે છે, પરંતુ રાત્રિના સમયે અંધકારમાં વિચારશક્તિને વેગ તીવ્રતમ થઈ જાય છે, કારણ કે તેના કેાઈ અવરોધ કરી શકતું નથી.
સરાવરના શાંત લાગતા જળમાં એક કાંકરા નાખતાં જેમ તરંગા ઉત્પન્ન થાય છે અને તે અનુક્રમે દૂર સુધી ફેલાય છે, તેમ આપણા મનમાં વિચારરૂપી તરંગા ઉઠતાં અનુક્રમે
× એકથી અઢાર અ`કની સંખ્યા માટેની ખાસ સંજ્ઞાઓ માટે જીએ અમારા રચેલા ‘ગણિત-રહસ્યનું પ્રકરણ બીજું.