________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૫.
માના છે અને તે અંગે વિચાર કરવા માંડેા છે, ત્યાં તમને તેનાં કેટલાંક ખરાબ કામેા યાદ આવે છે, એટલે મનમાં વિષાદ થાય છે અને તેમાં તમારા પ્રત્યે આચરેલા અન્યાય યાદ આવી જતાં તમે તેના પર ક્રાધાયમાન થાઓ છે અને તેના તરફ તિરસ્કાર વરસાવવા લાગેા છે. આ વખતે તમારું મન તપી જાય છે અને તેની અસર તમારા હૃદય પર, મગજ પર તથા શરીરના બીજા ભાગા ઉપર પણ થાય છે.
અતિ ધમાં આવેલા મનુષ્યને તમે જોયા હશે. એ વખતે તેના મુખની-આંખની કેવી સ્થિતિ હોય છે? અરે! તેનું આખુ* શરીર ધ્રુજતુ હાય છે અને તે શું કરી બેસશે ? તે કહી શકાતુ નથી કે કલ્પી શકાતું નથી. એક તપાવનની વાડીમાં કેટલાક તેાફાની છે.કરાઓ દાખલ થયા અને રંજાડ કરવા લાગ્યા. તે જોઇ તેના માલીક તાપસને ખૂબ ક્રોધ આવ્યા, એટલે તે હાથમાં તીક્ષ્ણ ફરસી લઇને તેમને મારવા દોડ્યો. એવામાં રસ્તામાં ખાડા આવ્યેા, તેનું ભાન રહ્યું નહિ, એટલે તેમાં પટકાયા અને પેલી તીક્ષ્ણ ધારવાળી ફરસીનેા તેના મસ્તક પર પ્રહાર થયા, એટલે તેના રામ ત્યાં જ રમી ગયા. તાત્પર્ય કે તેણે અતિ ક્રોધ કર્યાં, તેનું કડવુ ફળ તેને પેાતાને જ ભાગવવું પડયું. કદી તાપસ ખાડામાં પડ્યો ન હાત અને તાકાની છેકરા પાસે પહોંચી તેમાંના એકાદ પર આ તીક્ષ્ણ ફરસીના પ્રહાર કર્યાં હાત તેા તેનું પરિણામ શુ આવત ? એ વ્યક્તિનું ખૂન થાત કે તે સખ્ત રીતે ઘાયલ થાત. પરિણામે સામેથી પણ એવા જ પ્રહાર થાત