________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૧
ચાકસ અનુમાન કરી શકીએ છીએ. તાત્પર્ય કે એક વસ્તુ આંખા વડે જોઇ શકાય એવી ન હેાય, તેટલા માત્રથી જ તેનું અસ્તિત્વ ન માનવુ, એ મેાટી ભૂલ છે. એમ તા આપણી છઠ્ઠી કે સાતમી પેઢીના પૂર્વજોને આપણે આપણી આંખા વડે કયાં જોયા છે? પણ તેમના વંશવેલા ચાલ્યા, તે પરથી આપણે ચેાકસ અનુમાન કરી શકીએ છીએ કે એક કાળે તેમનું અસ્તિત્વ જરૂર હતું.
,
આ
વિચારાના તે આપણે સાક્ષાત્ અનુભવ કરી શકીએ છીએ. અને ‘ હમણાં જ મને એક વિચાર આવ્યેા ’ વિચાર સારા છે’ ‘આ વિચાર પ્રમાણે વર્તવુ જોઇએ ’ વગેરે વચનેામાં તેનું સ્પષ્ટ પ્રતિપાદન પણ કરીએ છીએ. વળી આ બધા વિચારા મન વડે થાય છે, એનું પણ આપણને ભાન હાય છે. અન્યથા · મારું મન હાલ ખરાખર વિચાર કરી શકતુ નથી.’ મારા મનમાં અનેક જાતના વિચારા આવી રહ્યા છે” વગેરે વચનપ્રયાગેા કરી શકીએ જ નહિ.
આપણે ત્યાં ભાવેાના આંતરિક સાધનને અંતઃકરણ કહેવામાં આવ્યું છે અને તેના ચાર વિભાગેા આ પ્રમાણે માનવામાં આવ્યા છે : (૧) મન, (ર) મુદ્ધિ, (૩) ચિત્ત અને (૪) અહંકાર. તેમાં જેના વડે ચિાર કે સંકલ્પવિકલ્પા થાય છે, તે મન; જેના વડે સત્ય અને અસત્યને કે હિત અને અહિતના નિર્ણય થાય છે, તે બુદ્ધિ; જેના વડે વસ્તુના સ્વરૂપનુ ચિંતન થાય છે, તે ચિત્તઃ અને જેના વડે ‘ આ કાર્યાં હું કરું છું' એવા વિકલ્પ થાય છે, તે