________________
આપણું મનનું સ્વરૂપ
૬૯ શકે છે. જ્યારે શરીરમાં કેઈ કાર્ય વ્યવસ્થિત ન હોય, ત્યારે પ્રકટ મન જે કંઈ આદેશ કરે, તેને તે સ્વીકાર કરે છે અને તે અનુસાર કાર્ય કરે છે.
(૪) પોતાના ગુપ્ત મનને સૂચના દેવાથી વ્યાધિ, રંગ, દુર્વ્યસન, દુર્ગુણ આદિ દૂર થાય છે. તે જ રીતે અન્ય મનુષ્યના ગુપ્ત મનને સૂચના દેવાથી તેના રોગો પણ દૂર થાય છે.
(૫) જ્યારે પ્રકટ મન પિતાને કારભાર બંધ કરી દે છે, ત્યારે ગુપ્ત મન જાગ્રત થઈને પિતાનો ચમત્કાર બતાવે છે. ગુપ્ત મન પર સૂચનાશક્તિ (Suggestion) અને કલ્પનાશક્તિથી અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. ગુપ્ત મન સૂચનાશક્તિને આધીન છે. આપણે તેને જેવી સૂચનાઓ આપીએ, તેવું કામ તે કરી બતાવે છે.
છેવટે એ સ્મરણમાં રાખવું પરમ આવશ્યક છે કે મનમાં સર્વ પ્રકારનું સામર્થ્ય રહેલું છે. તેના દ્વારા મનુષ્ય ધારેલાં કામે કરી પરમ વિજેતા બની શકે છે.