________________
१८
સંકલ્પસિદ્ધિ મન જાગ્રત રહે છે અને જ્યારે તે હોશમાં આવે છે, ત્યારે તેની કઈ વાત યાદ રહેતી નથી.
આ બધી દલીલોથી પ્રેફેસર મેયરે એ સિદ્ધ કર્યું છે કે મનનાં બે સ્વરૂપ છે. ભાનમાં જે કંઈ કામ થાય છે, તે પ્રકટ મન દ્વારા થાય છે અને નિદ્રામાં, મેરામેરિઝમાં, સમાધિમાં, હિસ્ટીરિયામાં, ભૂત-બાધામાં જે કામ થાય છે, તે ગુપ્ત મન દ્વારા થાય છે. પ્રકટ મન વિચાર કરવામાં-નિરીક્ષણ કરવામાં મગ્ન રહે છે અને ભાનની સાથે જેટલાં કામ શક્ય હોય, તે કરે છે. જ્યારે ભાન ચાલ્યું જાય છે, ત્યારે આ મન પણ ચાલ્યું જાય છે.
આ વિવેચનના સાર રૂપે એટલું યાદ રાખવું કે
(૧) શરીરના પ્રત્યેક અવયવમાં, અણુ-આણુમાં મન વ્યાપ્ત છે. ગુપ્ત મન શરીરના સર્વ વ્યાપારનું સંચાલન કરે છે. શરીરની રચના, પિષણ, વૃદ્ધિ, સંગઠન નિયમિત રૂપથી ગુપ્ત મનના શાસન દ્વારા જ થાય છે. રેગોને દૂર કરીને શરીરને નીરોગી રાખવાની શકિત પણ એમાં રહેલી છે.
(૨) ગુપ્ત મન ત્રિદિવસ સ્વતંત્રતાથી કામ કરે છે. આપણી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે, તેને એ હિસાબ રાખે છે. સંપૂર્ણ સ્મરણશક્તિ એના કાબૂમાં રહે છે. તે સર્વ અનુભવને સંગ્રહ કરીને પોતાના ભંડારમાં જમા રાખે છે. સર્વ સ્નાયુજાલ (Sympathetic nervous system) પર ગુપ્ત મનને અધિકાર છે. 1 (૩) પ્રકટ મન, ગુપ્ત મન પાસે ઈચ્છાનુકૂલ કાર્ય કરાવી