________________
સંકલ્પ સિદ્ધિ વાત નીકળે અને મન તેમાં લલચાઈ જાય તે ઈશ્વરભજન બાજુએ રહી જાય, એ સ્વાભાવિક છે. - નરસિંહ તથા મીરાંબાઈને કેટકેટલી વિપત્તિઓ પડી? છતાં તેમણે ઈશ્વરભક્તિ છેડી નહિ, કારણ કે તેમનું સંકલ્પબળ ઘણું મજબૂત હતું. અન્ય ભક્તોની પણ એવી જ આકરી કસેટીઓ થયેલી છે, પરંતુ સંકલ્પબળના પ્રતાપે તેઓ તેમાંથી પાર ઉતર્યા છે અને પિતાનું અભીષ્ટ સાધી શક્યા છે.
મંત્ર પાસના કે ગસાધના કરવા માટે પણ સંકલ્પબળની જરૂર પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ઢચુપચુ વિચારના કે અસ્થિર મનના માણસે કદી પણ મંત્રપાસના કે યોગસાધના કરી શક્તા નથી. અને કદાચ ઉત્સાહમાં આવીને તેઓ આવી સાધના શરૂ કરી દે, તે થોડા જ દિવસમાં તેને છોડી દે છે.
વ્યવહારની ગુંચ ઉકેલવા માટે પણ દઢ મને બળની -સંલ્પની જરૂર પડે છે અને વ્યાપારી સાહસમાં ફત્તેહમંદ નીવડવું હોય તો તેમાં પણ મજબૂત મનની-દઢ સંકલ્પની આવશ્યક્તા રહે છે.
છેવટે એટલું જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી, મહારાણું પ્રતાપ, ઝાંસીની રાણું લમીબાઈલેકમાન્ય ટિળક, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ વગેરેએ પિતાની સંકલ્પશક્તિ સારા પ્રમાણમાં કેળવી હતી, તેથી જ તેઓ વિષમ પરિસ્થિતિને સફળ સામને કરી શક્યા અને દેશસેવાનાં અનેક કાર્યો