________________
3.
શુભ સંકલ્પની આવશ્યકતા અરજ કરી. રાજા તે શું બન્યું છે? એ જાણતા જ હતા. તેણે ચેરના ચારિત્રની પ્રશંસા કરી, તેને ગુને માફ કર્યો અને તેને સામંતપદ અર્પણ કર્યું.
ત્યાર પછી એ ચેરે ચોરી કરવાનું છેડી દીધું અને એક ખાનદાન ગૃહસ્થ જેવું જીવન ગાળી પિતાની તથા પિતાના કુટુંબની ઉન્નતિ કરી.
તાત્પર્ય કે મનુષ્ય એક શુભ સંકલ્પ કરે છે, તે એને અણીના વખતે મદદગાર થાય છે અને અકથ્ય રીતે તેની ઉન્નતિને દરવાજો ખેલી આપે છે.
શારીરિક બિમારી વખતે પણ શુભ સંકલ્પ પિતાનો ચમત્કાર બતાવે છે. તે અંગે અમારા અનુભવની એક ઘટના અહીં રજૂ કરીશું.
શુભ સંકલ્પથી તબિયતમાં સુધારે
એક વાર એક શ્રીમંત ગૃહસ્થનો અમને મેળાપ થ. તે બીજી બધી વાતે સુખી હતા, પણ તેમની તબિયત કથળી ગઈ હતી. ખાસ કરીને તેમને અન્ન પચતું ન હતું, એટલે તેઓ મોસંબી તથા અન્ય ફલરસ પર રહેતા હતા. ઉંઘ માટે પણ તેમની ફરિયાદ હતી. ઘણીવાર તો ઊંઘ આવતી જ નહિ, એટલે તેમને ઉંઘની ખાસ ગોળીઓ લેવી પડતી. | અમારો તેમની સાથે પરિચય કમશઃ વધવા લાગે, એટલે છૂટથી વાતો થવા લાગી. તેમાં અમે પૂછયું કે આપની આવી સ્થિતિ કેટલા વખતથી છે?” તેમણે કહ્યું :