________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
૫૫
6
આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસથી મનુષ્યના સંકલ્પ દૃઢ અને છે અને તેનામાં અભૂતપૂર્વ શક્તિને આવિર્ભાવ થાય છે, એમાં કોઇ શંકા નથી. તેનીસનના એ શબ્દો છે કે આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસયમ આ ત્રણ વસ્તુ જીવનને પરમ શક્તિસંપન્ન બનાવે છે.’ એટલે આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસનું મૂલ્ય જરાયે ઓછું આંકવું નહિ.
આપણી સ્થિતિ ઘણી વખત કસ્તૂરિયા મૃગ જેવી થઈ પડે છે કે જે કસ્તૂરી પાતાની ડૂંટીમાં હાવા છતાં તેની શેાધ માટે જગલામાં ભમે છે અને પરિશ્રાંત થઈ જાય છે. આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસ આપણી ભીતરમાં જ પડેલા છે. તેને શેાધવા માટે જરાયે દૂર જવું પડે એમ નથી. તમે ઘેાડી વાર તમારા ચિત્તને સ્વસ્થ કરી, એક આસન પર બેઠક જમાવા અને ધીમે ધીમે તમારામાં એવા ભાવ જાગ્રત કરે કે ‘હુ એક સર્વ શક્તિમાન આત્મા છું. મારી શક્તિ હવે જાગ્રત થવા લાગી છે–જાગ્રત થઈ રહી છે. તેની સહાયથી હું ગમે તેવાં દિન કાર્યાં પણ પાર પાડી શકીશ. મારો મા મંગલમય છે. કાઈ પણ વિગ્ન તેની રૂકાવટ કરી શકે તેમ નથી.’
બસ, આ પ્રમાણે રાજ તમારી આત્મશ્રદ્ધાને જાગ્રત કા, તમારા આત્મવિશ્વાસને ઢ ઢોળા, એટલે તમારા સ સંકલ્પો આપોઆપ દૃઢ થઈ જશે અને તમારી ઉન્નતિને મામાકળા થઈ જશે. એમનનું એ વચન છે કે • આત્મશ્રદ્ધા આત્મવિશ્વાસ એ સફળતાનું રહસ્ય છે.’