________________
સંકલ્પસિદ્ધિ
ઉડનારાઓનાં વૃત્તાંત વાંચીએ છીએ, ત્યારે એમ જ થાય છે કે એ માનવીઓ જેવી આત્મશ્રદ્ધા અને સાહસિક્તા આપણને સાંપડી હોય તો કેવું સારું !
મહાત્મા ગાંધીજીનું શરીર તો સુકલકડી હતું, પણ તેમાં આત્મશ્રદ્ધાની ક્વલંતત જલતી હતી. તેના પરિણામે જ તેઓ અતિ કઠિન કાર્યો હાથ ધરીને તેને પૂરી કરી શક્યાં અને ભારતના ઇતિહાસમાં અમર બની ગયા. તેમના પરથી આપણે શે બેધપાઠ લઈશું?
એક લેખકે કહ્યું છે કે જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. “કરીશું,” “નહિ કરીએ” અને “કરી શકીશું નહિ.” પહેલાં બધું જ પૂરું કરે છે, બીજા દરેક બાબતમાં વિરોધ કરે છે અને ત્રીજા દરેક બાબતમાં નિષ્ફળ જાય છે. તાત્પર્ય કે આત્મશ્રદ્ધા–આત્મવિશ્વાસનો અભાવ સંકલ્પના બળને તોડી નાખે છે અને છેવટે નિષ્ફળ જવાનો વખત આવે છે. તેથી રોગ્ય-ઉચિત હિતાવહ એ છે કે આત્મશ્રદ્ધાને જાગ્રત કરવી, આત્મવિશ્વાસને ઢઢળવે અને તેની સહાયથી સંકલ્પબળને લોખંડી બનાવી આગળ વધવું.
કેટલાક મનુષ્ય કહે છે કે “અમે પામર જીવે શું કરી શકીએ ?” પણ કઈ મનુષ્ય ખરેખર પામર નથી. તે ધારે તે એક પ્રબળમાં પ્રબળ વ્યક્તિ બની શકે છે અને પિતાના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કરી શકે છે. ગેકીએ કહ્યું છે કે “તમે એટલો આત્મવિશ્વાસ રાખો કે તમે પૃથ્વીના સર્વથી આવશ્યક મનુષ્ય છે.”