________________
આપણા મનનું સ્વરૂપ છે, ત્યારે તે આ સંસારના બંધનમાંથી છૂટીને મેક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે.
આ જ વસ્તુ આપણું સંત પુરુષોએ નિમ્ન શબ્દોમાં કહી છે?
मन के हारे हार है, मन के जीते जीत । परम ब्रह्म को पाइये, मन ही के परतीत ॥
જે આપણે મનથી–મનની દુષ્ટ વૃત્તિઓથી હારી ગયા તે આપણી આ જીવનમાં નિશ્ચિત હાર છે અને જે આપણે મનથી-મનની સાત્વિક વૃત્તિઓથી જીતી ગયા તે આપણી નિશ્ચિત જીત છે. તેથી શ્રેયસ્કર એ છે કે મનવડે પ્રતીતિ અર્થાત્ બોધ પામીને પરમ બ્રહ્મને સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરો.”
જે વસ્તુ આધ્યાત્મિક ક્ષેત્રમાં સાચી છે, તે વ્યાવહારિક ક્ષેત્રમાં પણ સાચી છે. તેથી જ કહેવાયું છે કે “મનથી પડાય છે અને મનથી જિતાય છે,” તાત્પર્ય કે મનુષ્ય જે પિતાની ઉન્નતિ કરવા ચાહતે હોય તે તેણે પોતાના મનને સુધારવું જોઈએ. જે મન સુધરશે તે પ્રવૃત્તિઓમાં આપોઆપ સુધારો થશે અને તેનું પરિણામ ઉન્નતિમાં આવશે. જેઓ મેટી મેટી વાતો કરે છે, પણ પિતાના મનને સુધારતા નથી અને યદચ્છા પ્રવૃત્તિ કરે છે, તેમની અવશ્ય અવનતિ થાય છે અને એક દિવસ પસ્તાવાને પાર રહેતો નથી.
મનના સ્વરૂપ અંગે આધુનિક માનસશાસ્ત્રીઓ જુદો.