________________
આપણા મનનું સ્વરૂપ
૫
મેારના શરીરમાં રૂપ-રંગની જે છટા છે, તે આપણા શરીરમાં નથી જ! વળી કેટલીક માછલીઓનાં શરીરમાં સેાનેરી તથા રૂપેરી રંગની જે આભા હોય છે, તે આપણા કોઈનામાંયે શોધી જડે એમ નથી.
અને બળની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા—શ્રેષ્ઠતા નકકી કરવાની હાય તે પણ આપણે મેદાન મારી શકીએ તેમ નથી. પાડા, અળદ, ગેંડા, વાઘ, સિંહ એ બધાં પ્રાણીએ આપણા કરતાં વિશેષ બળવાન છે. તેમજ કેટલાંક જલચર પ્રાણીઓના અળની હકીકત સાંભળીએ તે આપણને આશ્ચય થયા વિના રહે નહિ. ઝુંડ, આપગા વગેરે અત્યંત બળવાન હેાય છે.
એટલે સમ મન એ જ એક એવી વસ્તુ છે કે જેના લીધે આપણે આ જગતના સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાઈ એ છીએ, સર્વોત્તમનુ સ્થાન પામેલા છીએ.
આપણને જે સમર્થ મન પ્રાપ્ત થયેલું છે, તેના લીધે આપણે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે ક્રિયા સંબંધી વિચાર કરી શકીએ છીએ, તેના સારા-ખાટા અશેાને જદા પાડી શકીએ છીએ અને આપણા માટે હિતાવહ કે અહિતાવહ શું છે ? તેના નિર્ણય કરી શકીએ છીએ. વળી આપણે આ સમં મન વડે કલ્પના કરી શકીએ છીએ, અજ્ઞાત ક્ષેત્રમાં પ્રવેશ કરી શકીએ છીએ અને નવી નવી શેાધા કરી આપણા જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી શકીએ છીએ. વિશેષમાં એની શક્તિથી રોગનું નિવારણ કરવું હાય તા કરી શકીએ છીએ, ઈ પદાર્થાનુ આકર્ષીણુ કરવું હોય તે પણ કરી શકીએ છીએ