________________
આપણું મનનું સ્વરૂપ એ રક્તસંચારમાંથી પોતાને ખેરાક ગ્રહણ કરી પોતાની શકિત કાયમ રાખે છે. શરીરની વૃદ્ધિ, પુષ્ટિ અને હાસ સ્વાભાવિક રીતે જ થાય છે. આપણને તેનું ભાન હોય કે ન હોય, પ્રત્યેક અવયવ નિયમિત રૂપથી પોતાનું કામ કરે છે. એના પર આપણી ઈચ્છાશક્તિ પ્રભુત્વ જમાવી શકતી નથી. - આપણું હૃદય રાત્રિદિવસ ધડકતું રહે છે. તેના પર શક્તિનો અધિકાર ચાલી શકતો નથી. આપણે જ્યારે ઈછીએ ત્યારે હૃદયને બંધ કરી શકતા નથી કે ચલાવી શકતા નથી. આપણી ઈચ્છા હોય કે ન હોય, લેહી આખા શરીરમાં ફરતું જ રહે છે, કલેજું શરીરમાંથી લેહી ચૂસી લે છે અને પેટ ખેરાકને પચાવે છે. ફેફસાં ધાકિયામાં લાગ્યા રહે છે.. હાડકાઓ લેહમાંથી ચૂનાનું સત્વ ખેંચ્યા કરે છે.
જ્યારે આપણે કઈ રગને માટે દવા લઈએ છીએ, ત્યારે જો તે દવા કલેજાની હોય તે કલેજું એને ખેંચી લે છે, જે હૃદયની હેય તે હદય એને ખેંચી લે છે. શરીરમાં કઈ સ્થળે જન્મ થાય તો પોતાની મેળે થોડા દિવસમાં રુઝાઈ જાય છે. કદી હાડકું તૂટી જાય તો પોતાની મેળે સંધાઈ જાય છે.
તાત્પર્ય કે આપણું શરીરમાં ચેતન મનઃશક્તિ સિવાય બીજી પણ એક શકિત છે, જે આપણું જ્ઞાન અને કાબૂ વિના પણ આપણા શરીરની રક્ષા કરે છે અને પ્રત્યેક અવયવ પર અધિકાર રાખે છે. આ શક્તિ ગુપ્ત મનને આધીન છે; અર્થાત્ આ બધાં કાર્યો ગુપ્ત મન વડે જ થાય છે.