________________
૬૦
સંકલ્પસિદ્ધિ
અને કોઈ પદાર્થીને દૂર હડસેલવા હાય કે તેને નાશ કરવા હાય તેા પણ કરી શકીએ છીએ. ખરેખર ! મનની શિક્ત અગાધ છે, અપરિમિત છે.
આવું સમથ –શક્તિશાળી મન મળવા છતાં આપણે તેને પૂરો ઉપયોગ કરતા નથી, વધારે સ્પષ્ટ કહીએ તે માંડ માંડ પાર કે વીશ ટકા જેટલેા જ ઉપયોગ કરીએ છીએ. અને કેટલાક તે માંડ તેનેા ટકા બે ટકા જેટલે જ ઉપયોગ કરે છે. આવા મનુષ્યા અને પશુએ વચ્ચે વાસ્તવમાં વિશેષ તફાવત નથી. મૂઢ મનુષ્યા વિચારહીન દશામાં પેાતાના દિવસો પૂરા કરે છે અને પશુઓ પણ વિચારહીન દશામાં પેાતાના દિવસો પૂરા કરે છે.
આપણા ઋષિ-મુનિઓએ કહ્યુ છે કે ‘મન ત્ર મનુચાળાં જાળવન્ધમોચો —અર્થાત્ મનુષ્યને જન્મ-જરામૃત્યુરૂપ સંસારનું જે ધન પ્રાપ્ત થાય છે, તેનુ કારણ મન છે અને તેમાંથી છૂટકારો મેળવવાના ઉપાય પણ મન છે. ’
આ વિધાન કદાચ આપણને વિલક્ષણ-વિચિત્ર લાગશે, કેમ કે જે વસ્તુ અહિતકારી હાય, તે હિતકારી થઇ શકતી નથી અને હિતકારી હાય તે અહિતકારી થઇ શકતી નથી. એટલે અહી' એટલું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે મનુષ્ય જ્યારે મનવડે અસત્ સકા કરે છે અને એ રીતે સતત્ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેને જન્મ-જરા-મૃત્યુરૂપ સંસારનું અધન પ્રાપ્ત થાય છે અને જ્યારે તે મનવડે સત્ સંકલ્પા કરે છે અને એ રીતે સત્ કાર્યામાં પ્રવૃત્ત થાય