________________
પ૩
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
જે મનુષ્યમાં આત્મશ્રદ્ધા નથી–આત્મવિશ્વાસ નથી, તે નાનામાં નાના કાર્ય માટે પણ હામ ભીડતો નથી, તે મોટાં કાર્યોનું કહેવું જ શું? જેમ છાણના ઢગલામાં ખોસેલો વાંસ ડગમગ્યા કરે છે, તેમ આત્મશ્રદ્ધા–આત્મવિશ્વાસ વિનાને મનુષ્ય સદા ડગમગતો રહે છે અને તે કેઈપણ કાર્ય માટે દઢ સંકલ્પ કરી શકતા નથી.
આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસવાળા મનુષ્યની એ વાણું છે કે “આ કાર્ય હું અવશ્ય કરી શકીશ.” ત્યારે આત્મશ્રદ્ધાહીન -આત્મવિશ્વાસ રહિત મનુષ્ય કહે છે કે “આ કાર્ય અમે કરી શકીશું નહિ. આ કાર્ય અમારાથી થઈ શકે એવું નથી. આ કાર્ય કરવા માટે અમે લાયક નથી” વગેરે. તાત્પર્ય કે બંનેની વાણીમાં અને વિચારમાં ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હોય છે.
આત્મશ્રદ્ધા–આત્મશક્તિવાળા મનુષ્ય પિતાની સંકલ્પશક્તિના જોરે નહિ કપેલાં કાર્યો કરી શકે છે અને સહુના આદરને પાત્ર બને છે, જ્યારે આત્મશ્રદ્ધાહીન–આત્મવિશ્વાસથી રહિત મનુષ્ય બધેથી પાછા પડે છે અને હડધૂત થાય છે.
આસ પર્વત ઓળંગી શકાય એમ કે માનતું ન હતું, પણ નેપોલિયન બોનાપાટે પિતાની અપૂર્વ આત્મશ્રદ્ધા વડે જ્યારે પિતાના ૮૦૦૦ સૈનિકે સાથે એ પર્વતને ઓળંગી બતાવ્યું, ત્યારે સહુ દિંગ થઈ ગયા અને તેના શતમુખે વખાણ કરવા લાગ્યા.
ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની શોધ કરનારા, એવરેસ્ટ પર ચડાઈ કરનારા તથા અવકાશીય સંશોધન માટે રેકેટમાં