________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
સંકલ્પનું પણ આવું જ છે. પ્રારંભમાં તો એ મામુલી જણાય છે, પણ જેમ જેમ તેના પર વિચારે કે ભાવનાના પુટ ચડતા જાય છે, તેમ તેમ તે બળવાન બને છે અને છેવટે ઘણો બળવાન બની જાય છે.
અકબર બાદશાહ દર ઉનાળામાં પિતાના રસાલા સાથે કાશ્મીર જતો. એવા એક પ્રસંગે જ્યારે તે પીર પંજાલના પહાડો પરથી પસાર થતો હતો, ત્યારે એકાએક હવામાન બદલાયું અને બરફનું તોફાન જાગ્યું. આથી તેને માર્ગ રૂંધાયે અને તે મોટી આપત્તિમાં આવી પડે. હવે અકબર બાદશાહના અનુચને એટલી ખબર હતી કે આ સ્થાનની ઘણી નજીક એક મહાત્મા રહે છે અને તે આપણી મદદ આવે તે આપણે આ આપત્તિમાંથી બચી શકીએ.
તેમણે આ હકીક્ત અકબર બાદશાહને જણાવી, એટલે બાદશાહ તે અનુચર સાથે પેલા મહાત્મા પાસે ગયા અને મદદ કરવા વિનંતિ કરી. મહાત્મા પુરુ તે પોપકારપરાયણ હોય છે અને કેઈને પણ આપત્તિમાં જુએ તે તેમનું હૃદય દ્રવી જાય છે. તેમણે બાદશાહની વિનંતિને સ્વીકાર કરી તોફાન સામે આંગળી ચીંધી અને હુકમ કર્યો કે “રૂક જા.” અને થોડી જ વારમાં એ ભયંકર તોફાન શમી ગયું. ત્યારબાદ બાદશાહ પોતાના રસ્તે આગળ વધ્યા. આ બનાવ પરથી સંક૯૫માં કેવી મહાન શક્તિ રહેલી છે, તેનું આપણને ભાન થાય છે.
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં વ્યાખ્યા આપતા