________________
સંકલ્પસિદ્ધિ
છ-સાત વર્ષથી આમ જ ચાલે છે. શુ તમે એ માટે કઇ ઉપાય કરી શકે તેમ છે ?’અમે કહ્યું : ‘· તેના ઉપાય જરૂર થઇ શકે એમ છે, પણ તે માટે તમારે અમારા કહ્યા મુજબ કરવું પડશે.’ તેમણે કહ્યું: તે માટે હું તૈયાર છું. ’
૪૪
6
અમે કહ્યું કે · તમે આજ સુધીમાં ખૂબ ખૂબ મગજમારી કરીને તથા સખ્ત પરિશ્રમ કરીને ધન ભેગું કર્યું છે, પણ બદલામાં તંદુરસ્તી ગુમાવી છે. તમારી એવી માન્યતા હશે કે મારી પાસે પૈસા છે, તેથી હું ગમે તે ડોકટરને એલાવી લઈશ અને તેની સારવારથી સાજો થઇ જઈશ, પણ હજી સુધી કોઈ ડોકટર તમને આરાગ્યદાન કરી શકેલ નથી. તમારી સ્થિતિ તે સુધરવાને બદલે દિન-પ્રતિદિન બગડતી જાય છે.’
તેમણે કહ્યું : · વાત સાચી છે, પણ કરવું શું ?' અમે કહ્યું : ‘ તમે ધન કમાવાની ધૂનમાં ઘણી ચે વાર બીજાના હિતની દરકાર કરી નથી, તેમની બદદુઆ તા તમને હેરાન કરતી નિહ હાય ! ?
અને તે શ્રીમંત અમારી સામે આંખા ફાડીને જોઈ રહ્યા. અમે કહ્યું : ‘ રાગનું બરાબર નિદાન કર્યાં સિવાય ગમે તેવી સારી ચિકિત્સા પણ કામ લાગતી નથી. હું તમારા રોગનું મૂળ નિદાન કરી રહ્યો છું.’
તે શરીરની આ હાલતથી પૂરેપૂરા કંટાળી ગયા હતા. તેમણે કહ્યું : ‘ એ બનવા જોગ છે. પણ હવે શુ કરવું તે કહાને !’