________________
૩૪
સંકસિદ્ધિ
આ દશ્ય જોતાં જ પેલે યુવાન હેબતાઈ ગયે અને આ શું ?” એ વિચારથી તેનું મગજ ચક્કર ખાવા લાગ્યું.
પિોલીસે પંચનામું કર્યું અને તેને હાથકડીઓ પહેરાવી. પછી તેને પોલીસ પહેરા તળે ગાયકવાડની હવેલીએ લઈજવામાં આવ્યું અને કાચી જેલમાં પૂરી દીધું. તેના પર ખૂનના આરોપસર કામ ચાલ્યું, પણ એક કુશલ ધારાશાસ્ત્રીની સહાયથી એ આરેપમાંથી છૂટકારે થયે. પરંતુ આ બધી ભાંજગડમાં તેને છ-સાત મહિના સુધી જેલમાં રહેવું પડ્યું અને તેના પિતાને રૂપિયા પચીશથી ત્રીસ હજારનો ખર્ચ થયે?
તાત્પર્ય કે “પારકાની ચીજ પિતાની કરવી નહિ” એ પ્રસિદ્ધ નીતિનિયમ છે અને એક શિક્ષિત સંસ્કારી યુવાન તરીકે તેનું પાલન અવશ્ય કરવું જોઈએ, પરંતુ પ્રબળ પ્રલોભન તેની સામે આવ્યું કે તેનું મન ડગી ગયું અને તેણે નીતિભ્રષ્ટ થઈ પારકાની વસ્તુ પિતાની જણાવી. જે આ યુવાનનું સંકલ્પબળ બરાબર કેળવાયેલું હોત તે તેને એ ટૂંક પિતાની કરી લેવાનો વિચાર કદી પણ આવ્યું ન હતું. તેણે બેધડક જણાવી દીધું હતું કે આ ટૂંક મારી નથી.” અને તેના પર કિઈ આતના ઓળા ઉતર્યા ન હતા.
આજને શિક્ષિત વર્ગ નીતિનિયમે તે બરાબર જાણે છે, પરંતુ તેનું સંકલ્પબળ કેળવાયેલું નથી, એટલે જ તેના હાથે લાંચ-રિશ્વત, વિશ્વાસઘાત, ઠગાઈ તથા ભ્રષ્ટાચારના અન્ય બનાવ બને છે. આગળના જમાનામાં બાળકો તથા યુવાનોના મનમાં એવો સંસ્કાર પાડવામાં આવતો કે–