________________
શુભ સંકલ્પની આવશ્યકતા
૩
કેઈ કવિએ ઠીક જ કહ્યું છે કે –
બૂરાયે બૂરું બને, કીધો એ નિરધાર
ખોદે ખાડે અન્યનો, આપ કૂઓ તૈયાર,
અશુભ સંકલ્પ કરવાથી કઈ ઊંચુ આવ્યું હોય, કેઈએ. ઉન્નતિ સાધી હોય, તે દાખલે હજી સુધી અમે જાણે નથી. અહીં કોઈ એમ કહેતું હોય કે “અમુક વ્યક્તિએ લોકોને છેતરીને, માલીકને વિશ્વાસઘાત કરીને કે અનીતિમય સાધનોનો ઉપયોગ કરીને ઘણું ધન ભેગું કર્યું છે અને તે આજે લહેર ઉડાવે છે, અમનચમન કરે છે, તેનું કેમ ?” તેને ખુલા એ છે કે જે આ રીતે અશુભ સંકલ્પ કરીને તથા અશુભ કામ કરીને ધન-માલ-મિલકત એકઠી કરે છે, તે છેડા દિવસ ભલે અમનચમન કરી લે, પણ આખરે દુઃખી થાય છે અને તબાહ પોકારે છે. - જે લોકોને છેતરે છે, તેની ગણના લુચ્ચા, પાજી કે ઠગ તરીકે થાય છે, એટલે કે લોકો તેનો વિશ્વાસ કરતા નથી અને જેઓ તેના હાથે છેતરાયા હોય છે, તે એટલી બદદુઆ દે છે કે તેના અમન–ચમન થોડા દિવસમાં જ સૂકાઈ જાય છે.
સંત તુલસીદાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે – તુલસી હાય ગરીબ કી, કબુ ન ખાલી જાય; મૂઆ ઢોર કે ચામસે, લેહા ભસ્મ હે જાય.
અમે અનુભવથી જોયું છે કે જે લોકોને છેતરીને, માલીકનો વિશ્વાસઘાત કરીને કે અનીતિમય સાધનને ઉપયોગ કરીને ધન ભેગું કરે છે, તેના ઘરમાં શેડા જ દિવસમાં નહિ ધારે ઉત્પાત શરૂ થઈ જાય છે. પ્રથમ તે પોતે બિમાર