________________
(૩૭
સંકલ્પશક્તિનું મહત્વ કરવાને શક્તિમાન થયા. વર્તમાન કાળે શ્રી મેરારજી દેસાઈ પણ સંકલ્પશકિતને એક સુંદર દાખલ પૂરે પાડી રહ્યા છે અને અતિ વિચિત્ર સંગોમાં પણ દેશની મહાન સેવા બજાવી રહ્યા છે.
વિદેશમાં નજર કરીએ તો અબ્રાહ્મ લિંકન, કોમવેલ, નેપોલિયન બોનાપાર્ટ, લેનીન વગેરે લોખંડી સંકલ્પશક્તિ ધરાવતા હતા અને તેથી જ કેટલાંક ચિરસ્મરણીય કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આજે જગતના કેડે માનવીએ તેમને માનભેર યાદ કરે છે.
જે સંકલ્પશક્તિ ખીલેલી ન હોય તો કઈ પણ કાર્યમાં સિદ્ધિ, સફલતા કે વિજ્યની પ્રાપ્તિ થતી નથી, અને પરિણામે ઉન્નતિ સાધી શકાતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તો જેમની ઈચ્છાશક્તિ (will-power) નો વિકાસ થયે નથી, તેઓ કઈ પણ કાર્ય, પછી તે નાનું હોય કે મોટું, સારી રીતે પાર પાડી શક્તા નથી. પરિણામે તેમને નુકશાન અને નામેશી બંને સહેવા પડે છે. વળી તેમનું વ્યક્તિત્વ એટલું વિકૃત બની જાય છે કે અન્ય લેને તેમના પર વિશ્વાસ બેસતા નથી અને તેઓ કઈ પણ કાર્ય અંગે તેમના પર ભરોસો રાખી શક્તા નથી. પ્રિય પાઠકે! તમારે તો આ જગતમાં આગળ વધવું છે અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કરવું છે, તે પછી સંલ્પશક્તિ કેળવવાને નિર્ણય આજે જ અને અબઘડી કેમ ન કરે ?
તમે એટલા શબ્દો હદયમાં કેતરી રાખો કે સંક૯પબળ એ આ જગતનું સહુથી મોટું બળ છે અને તેના વડે મનુષ્ય ધારેલાં સર્વકાર્યો કરી શકે છે.