________________
[૩] શુભ સંક૯પની આવશ્યકતા
આપણો રેજને અનુભવ એમ કહે છે કે લીમડા વાવીએ તે આંબે ઉગતા નથી અને આંબે વાવીએ તે લીમડે ઉગતે નથીઅથવા ધતૂરો વાવીએ તો ગુલાબ ઉગત નથી અને ગુલાબ વાવીએ તે ધરે ઉગતા નથી. સંકલ્પની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. સંકલ્પને તમે એક પ્રકારનું બીજ જ સમજે ને !
કઈ પણ માણસ અશુભ સંકલ્પ કરે છે, એટલે કે કેઈને મારવાને, છેતરવાને, તેની માલમિત પડાવી લેવાનો કે વ્યભિચાર આદિ કરવાને સંકલ્પ કરે છે, ત્યારથી જ તેની અવનતિ શરૂ થઈ જાય છે અને તેનાં મન તથા શરીર પર માઠાં પરિણામે આવવા લાગે છે. એમ કરતાં જ્યારે તે સંકલ્પ અનુસાર ખોટું, ખરાબ કે અશુભ કામ કરે છે, ત્યારે એ પરિણામો વધારે ઉગ્ર બને છે અને તેની પૂરેપૂરી અવનતિ કરે છે.