________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૨૯ટગર સામું જોઈ રહ્યા. તેથી રતનિયાને ભારે આશ્ચર્ય થયું? એક સીધી-સાદી વાતને ઉત્તર કેમ કેઈ આપતું નથી ?”
અને તેણે બધાને એ જ પ્રશ્ન ફરીને પૂછ્યું, છતાં તેને કંઈ ઉત્તર મળે નહિ, ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજી વાર પૂછો અને જણાવ્યું કે “મારા પ્રશ્નને જે હોય તે ઉત્તર આપો. તે લીધા વિના હું રહેવાનો નથી.” તે વખતે બધાની વતી તેના પિતાએ કહ્યું કે “તું જે કંઈ પાપ કરે છે, તે બધું તારું છે. અમે તો માત્ર તારા લાવેલા દ્રવ્યના કે તારી લાવેલી વસ્તુઓના જ ભક્તા છીએ.”
આ જવાબ સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં. “શું આ બધા પાપનું ફલ મારે એકલાને જ ભોગવવાનું છે? તેમાં કઈને કંઈ પણ ભાગ નહિ ? ખરેખર ! આજ સુધી હું અંધારામાં જ આથો છું, પરંતુ સારું થયું કે આજે આ મહર્ષિનો ભેટો થયે અને તેમણે મારી આંખ ખોલી નાખી.”
રતનિયે ઘરેથી પાછો ફર્યો અને મહર્ષિના પગે પડે. કૃપાળુ! તમારું કહેવું સાચું પડ્યું, પરંતુ હવે મારું શું થશે? હું મહાપાપી છું, મારે હાથ પકડો, મારો ઉદ્ધાર કરે. તમારા સિવાય અન્ય કેઈનું મને શરણુ નથી.”
મહર્ષિએ કહ્યું: “પ્રભુના પ્યારા ! તારે ગભરાવવાની જરાયે જરૂર નથી. તું આજ સુધી જેવી મહેનત-જે પરિશ્રમ ધંધા માટે કરતું હતું, તેવી જ મહેનત–તે જ પરિશ્રમ પાપનાશન માટે કર, આત્મશુદ્ધિ માટે કરી અને તું જરૂરી પાપથી મુક્ત એક પવિત્ર પુરુષ બની શકીશ.”