________________
૨૮
સંકલ્પસિદ્ધિ પરંતુ રતનિયાની હાલત જોઈને દયા આવી, એટલે તેના પર અનુગ્રહ–કૃપા કરવાના હેતુથી તેમણે કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક પ્રશ્ન પૂછું છું, તેને જવાબ આપ કે “તું આ નીચ ધંધે કેને માટે કરે છે?”
રતનિયાએ કહ્યું: “મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનું બહાનું કુટુંબ છે. તે બધાને નિર્વાહ હું આ ધંધા વડે કરું છું.”
મહર્ષિએ કહ્યું: “ભાઈ ! તું જેમને માટે આ ઘેર પાપ કરી રહ્યો છે, તે તારા આ પાપના ભાગીદાર થશે ખરા?”
રતનિયાએ કહ્યું : “અલબત્ત, તે બધાને માટે જ હું પાપ કરું છું, તો તેઓ મારા પાપના ભાગીદાર કેમ નહિ થાય?”
મહર્ષિએ કહ્યું: “તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભેગવવું પડશે. જે તેની ખાતરી કરવી હોય તે ઘરે જઈને બધા કુટુંબીઓને પૂછી આવ કે તારાં કરેલાં પાપમાં તેમને ભાગ કેટલે? તું એ પ્રશ્નને જવાબ લઈને આવીશ, ત્યાં સુધી હું અહીં જ ઊભે રહીશ.”
મહર્ષિના આ શબ્દોએ રતનિયાના દિલ પર અસર કરી, એટલે તે ઘરે ગયે અને દરેકને પૂછવા લાગ્યું કે
હું જે પાપ કરું છું, તેમાં તમારે ભાગ કેટલે?” આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈ પણ બેલી નહિ અને પુત્ર-પુત્રીઓ પણ ટગર