________________
સ’કલ્પશક્તિનું મહત્ત્વ
૨૭
આ જગતમાં એવી કોઇ કલા નથી, એવા કાઈ હુન્નર નથી, એવા કોઈ વ્યવસાય નથી અને એવુ' કોઈ પદ નથી કે જે મનુષ્ય પેાતાની સૌંપશક્તિ વડે સિદ્ધ કરી શકે નિહ. મહિષ વાલ્મીકિની જીવનકથા આપણને આ વસ્તુની પ્રતીતિ કરાવે છે.
મહર્ષિ વાલ્મીકિની જીવનકથા
'
એક જંગલમાં ભીલ રહેતા હતા. તેનુ ખરેખર નામ શું હતું ? તેની કોઈને ખબર નથી, પણ આપણે કથાની સરલતા ખાતર તેને રતનિયા તરીકે ઓળખીશું. રતનિયાને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવ્યે હતા અને ધાડ કેમ પાડવી ? ’ 6 વાટ કેમ મારવી ? ’ તથા ‘ જતા-આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લૂટી લેવા ? ’ તેનુ પ્રયાગાત્મક શિક્ષણ આવ્યું હતું. તેથી લૂંટના કામમાં તે પાવરધા બન્યો હતા અને તેના વડે પેાતાને તથા પેાતાના કુટુંબીઓના નિર્વાહ કરતા હતે.
એક દિવસ રતનિયો પેાતાના ધંધા અર્થે અરણ્યમાં કરતા હતા, ત્યાં એક મહિષ પાસેના રસ્તેથી પસાર થયા, એટલે રતનિયાએ તેમને રસ્તે આંતર્યાં અને તેમની પાસે જે કંઈ હાય તે મૂકી દઈને ચાલતા થવાનુ જણાવ્યું. પરંતુ મહિષ પાસે ખાસ શુ હેાય ? તેમણે એક ભગવી કની પહેરી હતી, ખભે ગરમ કામળી નાખી હતી, એક હાથમાં કમંડ્યું પકડ્યું હતુ અને બીજા હાથમાં દંડ ધારણ કર્યાં હતા. તેમને આ વસ્તુઓ પરત્વે જરાયે મમત્વ ન હતું,