________________
સંકલ્પસિદ્ધિ “ગ્રંથ દ્વારા જ્ઞાન મેળવવું અને આગળ વધવું” એ ત્યાંના લોકોની એક ખાસિયત બની ગઈ છે, તેથી ત્યાં આવા ગ્રંથની લાખ નકલે જોતજોતામાં ખપી જાય છે અને તેની આવૃત્તિઓ પર આવૃત્તિઓ બહાર પડે છે, જ્યારે ભારતવર્ષમાં, ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ જાતના ગ્રંથની માંગ ઘણું ઓછી રહે છે અને તેની પ્રથમ આવૃત્તિની હજાર કે બે હજાર નકલો ખપાવતાં સહેજે ત્રણ-ચાર વર્ષ વીતી જાય છે! આ કંઈ સારું ચિહ્ન નથી.
અહીં અમને એ પણ સ્પષ્ટ કરવા દો કે છેલ્લા દશકામાં આપણે ત્યાં વિકૃત સાહિત્યનું વાંચન ઘણું વધી ગયું છે અને તેણે આપણે આશાભર્યા અનેક વિદ્યાર્થીઓ તથા યુવાનોનાં જીવન બરબાદ કર્યા છે. આ ચેપ વધારે ન ફેલાય, તે માટે આપણે સજાગ રહેવાનું છે. ખાસ કરીને ધર્મગુરુઓ, સામાજિક કાર્યકરે, શિક્ષકે તથા પત્રના સંપાદકે મન પર • લે તે આ બાબતમાં ગણનાપાત્ર સુધારે થઈ શકે એમ છે.
અમે જ્યારથી સાહિત્યનું સર્જન કરવા માંડ્યું, ત્યારથી એક જ દૃષ્ટિ રાખી છે કે શિષ્ટ સાહિત્યનું સર્જન કરવું, જેથી લોકેની સમજ સુધરે, તેઓ ન્યાયનીતિના માર્ગે ચડે, વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવે અને તેમની ઉન્નતિ કે તેમના અભ્યદયને માર્ગ ખુલ્લે થાય. અમે અત્યાર સુધી રચેલાં ૩૪૨ પુસ્તકોની યાદી પર સામાન્ય નજર નાખી જવાથી પણ પાઠકેને આ વાતની પ્રતીતિ થશે. ૬. આ યાદી આ ગ્રંથના પાછળના ભાગમાં આપેલી છે.