________________
ઉપકમ
તેમાં જે ભૂકી ભભરાવી હતી, તે આમાં ખૂટતી હતી. તે માટે બંને મિત્રોએ પોતાની બુદ્ધિ લડાવીને કેટલાક પ્રયોગો કર્યા, પણ અપેક્ષિત વસ્તુના અભાવે સિદ્ધિ સાંપડી નહિ. તાત્પર્ય કે કોઈ પણ પ્રક્રિયાને સિદ્ધ કરવા માટે તેની પૂરેપૂરી અને વિશ્વસનીય માહિતી આવશ્યક છે.
ઉપક્રમમાં આથી વધારે કહેવાની ઈચ્છા નથી, પણ પાઠક મિત્રોને એટલું સૂચન અવશ્ય કરીશું કે તમે ઘડીભર તમારા મનને અન્ય વિષમાંથી નિવૃત્ત કરીને આ ગ્રંથમાં જેડે અને તેને વાંચવાને પ્રારંભ કરે.
તમે સુખ, સંપત્તિ તથા સર્વતોમુખી ઉન્નતિના અધિકારી છે, એ વાત કદી ભૂલતા નહિ.