________________
ઉપકમ
વચ્ચે કસેટીને કાળ આવી ગયે, ત્યારે પણ અમે અમારી દષ્ટિ બદલી નથી. લોકોની નીતિ બગાડીને કે તેમના ચારિત્રનું ધોરણ નીચું ઊતરે એવું કંઈ પણ લખીને ઉદરપૂર્તિ કરવી, તેના કરતાં ભૂખ્યા રહીને પ્રાણ છોડવા, એને અમે પ્રારંભથી જ બહેતર ગયું છે. પ્રસ્તુત ગ્રંથ પણ આવી ઉમદા કલ્યાણકારી ભાવનાથી જ લખાય છે, એ કહેવાની જરૂર છે ખરી?
સંકલ્પશક્તિ વડે સિદ્ધિ શી રીતે સાંપડે છે? અને તેમાં કયા કયા ગુણો કેળવવા પડે છે? તે સવિસ્તર સમજાવવાની જરૂર છે, તેથી જ હવે પછીનાં પ્રકરણોનું આલેખન થયેલું છે. આવી આબતમાં આછી કે અધૂરી સમજ કામ લાગતી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે કેઈપણ પ્રક્રિયાને સિદ્ધ કરવી હોય તે તે અંગે પૂરતી અને વિશ્વસનીય માહિતી જોઈએ. આ વસ્તુ વધારે સ્પષ્ટ કરવા અહીં એક સત્ય ઘટનાને ઉલ્લેખ કરીએ છીએ.
એક વખત અમારા પિતાશ્રીને અમારા ગામ બહાર એક અજાણ્યા સાધુને ભેટો થયે. તેણે “ગામમાં કોઈ સનીનું ઘર છે કે નહિ?” એ પ્રશ્ન કર્યો અને અમારા પિતાશ્રી તે સાધુને સેનીના ઘર આગળ લઈ આવ્યા કે જે અમારા ઘરની તદ્દન બાજુમાં આવેલું હતું. પછી તે સાધુએ એ સોનીના ઘરમાં પ્રવેશ કર્યો, તેનાં બારણું બંધ કરાવ્યાં અને સેનીને ત્રાંબુ ગાળવાની સૂચના આપી.
આ સોની અને અમારા પિતાશ્રી પરમ મિત્ર હતા અને આવી બાબતમાં ઊંડે રસ લેતા હતા, એટલે તેમને