________________
3
સંકલ્પશક્તિનું મહત્ત્વ થાય છે, તે સંકલ્પ કહેવાય છે. આમ સંકલ્પ એ એક પ્રકારની માનસિક કિયા છે અને તે આપણું મન પર નિર્ભર છે.
આપણું ધર્મશાસ્ત્રો કહે છે કે આ વિશ્વ, જગતું કે સૃષ્ટિને જે વિસ્તાર થયો છે, તે મન અથવા સંકલ્પને જ આભારી છે. જ્યાં સુધી બ્રહ્મ એટલે પરમાત્મા નિર્ગુણ અવસ્થામાં હોય છે, ત્યાં સુધી આ સૃષ્ટિનું સર્જન થતું નથી. જ્યારે તે સગુણ અવરથામાં આવે છે, એટલે કે તેમાં સંકલ્પ જાગ્રત થાય છે, ત્યારે જ તે ત્રિગુણાવસ્થા ધારણ કરે છે અને તેના લીધે સૃષ્ટિને વિસ્તાર થાય છે.
એકાદશીતત્ત્વમાં કહ્યું છે કેसङ्कल्पमूलः कामो वै यज्ञाः सङ्कल्पसम्भवाः । व्रता नियमधर्माश्च सर्वे सङ्कल्पजाः स्मृताः ।।
કામ એટલે ઈચ્છા કે વાસના, તેનું મૂળ સંકલ્પમાં છે. વળી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે જે યજ્ઞયાગાદિ ક્રિયાઓ થાય છે, તે બધી સંકલ્પમાંથી ઉદ્ભવેલી છે. અને સર્વ પ્રકારના નિયમ તથા સર્વ પ્રકારના ધર્મો પણ સંકલ્પમાંથી જ ઉત્પન્ન થાય છે.”
તાત્પર્ય કે સંકલ્પનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરેલું હોવાથી તેની શક્તિનું મહત્વ જરાપણું ઓછું આંકી શકાય તેમ નથી કે તેના પ્રત્યે કિંચિત્ પણ ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
આપણું ષિ-મુનિવરેએ દીર્ઘ ચિંતન અને અનુભવ પછી એમ જાહેર કર્યું છે કે “ચાદશી માવના ચય, સિદ્ધિર્મવતિ તાદશી-જે મનુષ્યની જે પ્રકારની ભાવના હોય છે,