________________
૨૦
સંકસિદ્ધિ તે આ ભારે તૂહલને વિષય થઈ પડે. સનીએ સૂચનાનુસાર ત્રાંબુ ગાળ્યું, એટલે પેલા સાધુએ પોતાની પાસે રહેલી ઝળીમાંથી કઈ વનસ્પતિનાં પાંદડાં કાઢી, તેને હાથ વડે મસળીને તેને રસ એ ત્રાંબા પર નાંખે તેમજ એક પ્રકારની ભૂકી છાંટી કે એ ત્રાંબાનું સુવર્ણ બની ગયું. આ જોઈ સેની તથા અમારા પિતાશ્રી ખૂબ આશ્ચર્ય પામ્યા અને મનોમન તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. પછી તેમણે તે સાધુને પિતાને ત્યાં ભેજન લેવાની વિનંતિ કરી, પણ તે સાધુએ તેને સ્વીકાર કર્યો નહિ. તેણે એ સુવર્ણમાંથી થોડું સુવર્ણ આ બંને મિત્રોને આપ્યું અને તરત જ વિદાય લીધી.
હવે સનીની દુકાનમાં યોગાનુયેગથી પેલી વનસ્પતિનું એક પાંદડું પડી રહ્યું હતું, તે આ બંને મિત્રોએ સાચવી રાખ્યું. અહીં પાઠકોની જાણ માટે એટલે ખુલાસો આવશ્યક છે કે આ સેની એ માત્ર ઘરેણું ઘડનારે સોની જ ન હતો, પરંતુ એક કુશલ વૈદ્ય પણ હતો અને તેણે કેટલાંક વર્ષો પહેલાં આભૂ-ગિરિરાજમાં કઈ સંન્યાસી પાસે રહીને વનસ્પતિઓને અભ્યાસ કર્યો હતો, એટલે તેણે આ પાંદડાંને આધારે મૂળ વનસ્પતિ શોધી કાઢવાને પ્રયત્ન કર્યો અને તે માટે ખેતરે, વાડીઓ તથા આસપાસના વગડામાં પરિભ્રમણ કરવા માંડ્યું. અમારા પિતાશ્રી પણ તેની સાથે રહેવા લાગ્યા. એમ કરતાં કેટલાક દિવસે એ વનસ્પતિ શેધી કાઢી અને ત્રાંબુ ગાળી તેના પર રસ રેડ્યો, પણ તેનું ધાર્યું પરિણામ આવ્યું નહિ, કારણ કે પેલા સાધુએ વનસ્પતિના રસ ઉપરાંત