________________
ઉપક્રમ
૧૫
પછી તેઓ નૌકાવિહાર માટે ગયાં. દરમિયાન એક બહેને સુંદર ભાવથી કેટલાંક ભજન ગાયાં. એ સાંભળતાં શ્રી મેટાને ભાવાવેશ પ્રકટ્યો અને તેમના શરીરની સ્થિતિ ભાનરહિત થઈ ગઈ. પરંતુ તેવી સ્થિતિ પ્રકટી તે પહેલાં
પેલાં ઘરેણુને ચિર કોણ હશે?” અને “મારી જવાબદારી હું બરાબર અદા ન કરી શક્યો તે દર્દને વિચાર ઊડતો ઊડતે તેમને કુરી ગયેલ. તેઓ ભાવાવસ્થાના ધ્યાનમાં ઊંડે ચાલ્યા ગયા ને ત્યારે તેમને જે દશ્યને અનુભવ થયે, તે તેમને “અભુત અને રોમાંચકારી' લાગે !
વિશ્વનાથ મંદિરમાં તેણે કેવી રીતે ગજવું કાપ્યું, તે દશ્ય તેમને આબેહૂબ દેખાયું. શ્રી મોટાએ ધ્યાનાવસ્થામાં પિલા ચિરને આમ કહ્યું : “અલ્યા! આ ઘરેણું મારાં નથી. હું તે ગરીબ માણસ છું ને તે ભરપાઈ કરી શકું એમ નથી. આ મિલકત તારાથી જીરવી નહિ શકાય, તું મને પાછી સપી જા. મારું રહેઠાણ અમુક અમુક ઠેકાણે છે.” એમ કહીને તેમણે તેમનું નિવાસસ્થાન વગેરે થાનાવસ્થામાં વર્ણવી બતાવ્યું. તે એટલું બધું તે તાદૃશ્ય હતું અને તેની ઘેરી અસર દિલ પર એવી તે ભારે પડી ચૂકેલી કે તે હકીક્ત જાણે પ્રત્યક્ષ નજરોનજર થયા કરતી હોય એવા પ્રકારના અનુભવને ઉઠાવ જાગ્રત થયેલ.
બીજા દિવસે યુનિવર્સિટીના જે મકાનમાં પરીક્ષા લેવાતી હતી, ત્યાં તેઓ ઉપરના માળે હતા. મોટી બહેન તેના પરીક્ષાના હોલમાં હતી અને શ્રીમેટા તથા તે બહેનની