________________
ઉપક્રમ
૧૩
પુનઃ પ્રશ્ન કર્યો કે તેના ખર્ચની શી વ્યવસ્થા કરી છે ?” તેના ઉત્તરમાં અમે ચૂપકીદી પકડી, કારણ કે કહેવા જેવું કંઈ હતું નહિ. છેવટે તેમણે એક વિશેષ પ્રશ્ન કર્યો કે “એ પ્રવાસમાં કેટલો ખર્ચ આવે તેમ છે?” અમે કહ્યું : “આશરે રૂપિયા સવાસે.” અને તેમણે કંઈપણ વિશેષ કહ્યા વિના પિતાના પાકીટમાંથી રૂપિયા સવા કાઢીને અમારા હાથમાં મૂક્યા અને કહ્યું કે “જાઓ, કાશ્મીરનો પ્રવાસ કરી આવો.”
અમે તેમને અત્યંત આભાર માન્ય અને બીજા ચાર, મિત્ર સાથે કાશ્મીરના પ્રવાસની અમારી ઈચ્છા પૂરી કરી.
આ ઘટના અમારા માટે તે એક ચમત્કાર જેવી જ હતી. પેલા ગૃહસ્થ અમારા માટે સહૃદયી હતા, પણ તેઓ આટલા પૈસા એકાએક અમારા હાથમાં મૂકે, એ વાત અમારી કલ્પનામાં ઉતરે એવી ન હતી, પરંતુ અમે કાશ્મીરના પ્રવાસને સંકલ્પ વારંવાર અમારા મનમાં દઢ કરેલે, તેની અસર તેમના હૃદય પર થઈ અને આ જાતનું પરિણામ આવ્યું.
વિદ્યાભ્યાસ છોડીને વ્યવસાયમાં પડ્યા પછી પણ અમે સંકલ્પશક્તિના આવા ચમત્કારે અનેક વાર નિહાળ્યા છે અને તેણે સંકલ્પસિદ્ધિ અંગેની અમારી શ્રદ્ધાને ખૂબ જ મજબૂત બનાવી છે. આજે પાકટ વયે સંકલ્પશક્તિને એ ચમત્કાર વધારે પ્રમાણમાં નિહાળી રહ્યા છીએ અને તેના આધારે અનેક કાર્યો સિદ્ધ કરી રહ્યા છીએ. અમારા આ પ્રકારના દીર્ઘ અનુભવે અમને આ “સંકલપસિદ્ધિ” નામને ગ્રંથ. લખવાની પ્રેરણ કરી છે, તેની પાઠકે અવશ્ય નેંધ લે.