________________
સકસિદ્ધિ
ભારતભૂમિનુ એ સૌભાગ્ય છે કે તેમાં સંકલ્પસિદ્ધિવાળા મહાપુરુષા થતા જ આવ્યા છે અને આજે પણ તેએ કવિચત્ કવચિત્ દર્શન દે છે. રિ આશ્રમના પ્રણેતા શ્રીમોટા કે જેઓ આજે તેમની સાત્ત્વિક પ્રવૃત્તિઓથી ગુજરાત અને ગુજરાત બહાર પણ જાણીતા થઈ ચૂકયા છે, તેમના સંબંધી સલ્પનું બળ’ એ નામના એક લેખ શ્રીમાન્ રતિલાલ મહેતા તરફથી મુંબઈ સમાચાર સાપ્તાહિકના તા. ૩-૩-૧૮ના અંકમાં નીચે પ્રમાણે પ્રસિદ્ધ થયા હતા :
૧૪
:
(
સમય : ૧૯૩૮-૩૯. સ્થળઃ બનારસ હિંદુ યુનિવર્સિટીનું મકાન. સ્વ. કવિશ્રી નરસિંહરાવ ભા. દીવેટિયાની એ દૌહિત્રીઓના વાલી તરીકે શ્રીમાટાનું ત્યાં આગળ થાડાક માસ માટે રહેવું. એ બહેનેાની પરીક્ષા અંગે, એક દિવસ એ બહેનાએ તેમનાં ઘરેણાં શ્રીમેાટાને રાખવા આપ્યાં. તેમણે પોતાના પહેરેલા પહેરણના ખિસ્સામાં મૂકી દીધાં ને બહેનને લઇને વિશ્વનાથ ભગવાનનાં દર્શન કરવા ગયા. ત્યાં ભારે ધક્કામૂકી હતી, છતાં દર્શન કરીને બહાર નીકળ્યા ને ઘરે પાછા ફર્યાં.
બીજે દિવસે ગંગા નદીમાં નૌકાવિહાર અર્થે જવાને તેઓ બધાં તૈયાર થયાં. કપડાં બદલતાં જૂના પહેરણમાં મૂકેલાં પેલાં ઘરેણાં શ્રીમોટાને યાદ આવ્યાં. ખિસ્સાં ફ્ફાળવા માંડયાં, ત્યારે ખબર પડી કે ખીસ્સું કપાઇ ગયુ છે અને ઘરેણાં ચારાઇ ગયાં છે ! તેથી શ્રીમેટાને ઘણું લાગી આવ્યું. જવાબદારીનું ખરાખર પાલન ન થયાનું દુઃખ થયું. જો કે પેલી બહેના તા કઈ એટલી નહિ.